સિંગવડ તાલુકા ની તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

Editor Dahod Live
1 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.19

સિંગવડ તાલુકા ની તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. સિંગવડ તાલુકાની તાલુકા પંચાયતની સામાન્ય સભા રાખવામાં આવી હતી તેમાં તાલુકા પંચાયતના સભાખંડમાં 19.12.2020 ના રોજ બપોરના 12 કલાકે ચાલુ થઈ હતી.તેમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મકવાણા પંચાયત વિસ્તરણ અધિકારી આર.ડી.પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ વિરોધ પક્ષના નેતા પંચાયત સભ્યો તથા તાલુકા પંચાયત અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા અગાઉ 23.9.2020 ના રોજ સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. તથા જે કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા.તેની વાંચી સંભળાવવામાં આવ્યા હતા. ત્યાર પછી ૧૫માં નાણાપંચના કામોનો આયોજન વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી તથા આ સભામાં 15 મા નાણાપંચ માં કામ કરવા માટે તાલુકાના સભ્યશ્રીઓ પાસે માહિતી માંગવામાં આવી હતી.તથા જે પણ કામ હોય તેને 15 મા નાણાપંચ કરવા તેના માટે તારીખ 22 ના રોજ યાદી આપવા જણાવ્યું હતું.ત્યાર પછી બીજા ઘણા પ્રશ્નોના તાલુકા પંચાયતના સભ્યો દ્વારા સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.ત્યાર પછી તાલુકા હેલ્થ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા કોવિડ 19 અંતર્ગત કોરોના મહામારી અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ કોરોના સંક્રમણ અટકાવવા માટેના સાવચેતીના પગલા અંગેની વિસ્તૃત જાણકારી આપીને સભા વિસર્જન કરવામાં આવી હતી.

Share This Article