દાહોદ:કૃષિ કાયદાના વિરોધમાં ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ આપેલા ભારત બંધનું એલાનનો ફિયાસ્કો:શહેર સહીત જિલ્લો રાબેતા મુજબ ધમધમતો રહ્યો:નેશનલ હાઇવે ચક્કાજામનો નિષ્ફળ પ્રયાસ,વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓને પોલિસ દ્વારા ડિટેઇન કરાયાં

Editor Dahod Live
3 Min Read

 દાહોદ લાઈવ ડેસ્ક….

 કૃષિ કાયદાના વિરોધમાં ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ આપેલા ભારત બંધનું એલાનનો દાહોદમાં ફિયાસ્કો:આમ આદમી પાર્ટી દ્વારા ગુલાબનો ફુલ આપી બંધને સફળ બનાવવા અપીલ કરાઈ:બીટીપીના કાર્યકર્તાઓ દ્વારા હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ:દાહોદમાંથી 17 ને ડિટેઇન કરાયાં,દાહોદ જિલ્લાના તાલુકા મથકો રાબેતા મુજબ ધમધમતા રહ્યા:દાહોદ પોલિસે ફતેપુરા તેમજ ઝાલોદમાંથી 15 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ

આમ આદમી પાર્ટી દ્વારા ફુલનો ગુલાબ આપી બંધને સમર્થન આપવા રજૂઆત કરાઈ

દાહોદ તા.08

કૃષિ કાયદાના વિરોધમાં આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે.તેમજ સમગ્ર રાજ્યભરમાં ખેડૂત આંદોલનના પગલે ધારા 144 લાગુ કરવામાં આવી છે.જેને લઈને સવારથી જ પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જોકે ભારત બંધનો દાહોદ જિલ્લામાં ફિયાસ્કો થયો હતો.શહેર સહીત જિલ્લો રાબેતા મુજબ ધમધમતો જોવા મળ્યો હતો.દાહોદ જિલ્લામાંથી ખેડૂત આંદોલનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસ,બીટીપી તેમજ આમ આદમી આદમી પાર્ટીના 31 થી વધુ હોદેદારો તેમજ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે.

બીટીપી દ્વારા નેશનલ હાઇવે ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો  

Contents

 દાહોદમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુલાબનો ફુલ આપી બંધને સફળ બનાવવા અપીલ કરાઈ:બીટીપીના કાર્યકર્તાઓ દ્વારા હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ:દાહોદમાંથી 17 ને ડિટેઇન કરાયાં 

ખેડૂતોના ભારત બંધના એલાનના સમર્થનમાં આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા ટીમ દ્વારા સવારમાં દુકાનદારોને ગુલાબના ફૂલ આપીને ખેડૂત આંદોલનને સહકાર આપવા તેમજ ખેડૂત વિરોધી કાયદાઓના વિરોધમાં બંધના એલાનને સહકાર આપવા ધંધો રોજગાર બંધ પાળીને ખેડૂતો ને સાથ આપવા આવવાહન કર્યું હતું.તેમજ દાહોદ ઇન્દોર હાઇવે પર બિટીપીના કાર્યકર્તાઓ દ્વારા ટાયરો સળગાવી હાઇવેને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે ગ્રામ્ય પોલિસે બીટીપીના 8 કાર્યકર્તાઓની અટકાયત કરી હાઇવે ચક્કાજામ નિષ્ફળ બનાવ્યો હતો. તેમજ દાહોદ શહેર પોલીસે આમ આદમી પાર્ટીના 9 કાર્યકર્તાઓને રિટેન કર્યા હતા.

ગરબાડા હાટ બજારનો ફોટો 

 દાહોદ જિલ્લાના તાલુકા મથકો રાબેતા મુજબ ધમધમતા રહ્યા:દાહોદ પોલિસે ફતેપુરા તેમજ ઝાલોદમાંથી 15 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ 

ભારત બંધના પગલે સીંગવડ બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સીંગવડના બજારો ખેડૂતો દ્વારા ભારત બંધના પગલે સિંગવડ ના બજારો ખુલ્લા હોવા છતાં પબ્લિક દેખવા મળી નહોતી બંધ જેવો માહોલ જોવામાં મળ્યો હતો તથા ખેડૂતના ભારત બંધના હિસાબે ખેડૂતો દ્વારા છૂપો રોષ જોવા મળ્યો હતો જ્યારે બજાર સવારે 9 વાગ્યા સુધી તો બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો સીંગવડ તાલુકાના આજુબાજુના ગામડાંના ખેડૂતો હોવાથી તે પણ બજારમાં નહિવત પ્રમાણમાં આવ્યા હતા.તથા સિંગવડ ના બજારો માં ધંધો-રોજગાર ઠંડા રહ્યા હતા. ત્યારે ઝાલોદ,લીમડી,ફતેપુરા, લીમખેડા, સુખસર સંજેલી, ધાનપુર,દે. બારીયા તેમજ ગરબાડા પંથક

દાહોદના તાલુકા મથકો રાબેતા મુજબ ધમધમતા જોવા મળ્યા   

રાબેતા મુજબ ધમધમતા જોવા મળ્યા હતા. જોકે ઝાલોદ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવતા પોલિસે ઝાલોદમાંથી 5 તેમજ ફતેપુરામાંથી 10 કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા.આમ ભારત બંધના આવાહનના પગલે દાહોદ પોલિસે વિવિધ રાજકીય પાર્ટીના 31 થી વધુ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ડિટેઈન કરાયા હતા. તેમજ શહેર સહિત જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલિસ બંદોબસ્તની વચ્ચે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવ્યો હતો

Share This Article