Friday, 27/12/2024
Dark Mode

દે.બારીયા તાલુકાની 30 વર્ષીય પરણિત મહિલાને એક ઈસમે ફોર વહીલ ગાડીમાં અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું:પોલિસ ફરિયાદ નોંધાઈ

દે.બારીયા તાલુકાની 30 વર્ષીય પરણિત મહિલાને એક ઈસમે ફોર વહીલ ગાડીમાં અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું:પોલિસ ફરિયાદ નોંધાઈ

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.3

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક 30 વર્ષીય મહિલાને એક ઈસમ દ્વારા બળજબરીપૂર્વક તેમજ મારી નાંખવાની ધમકી આપી બોલેરો ગાડીમાં બેસાડી લઈ પાવાગઢ તેમજ સુરત મુકામે જુદી-જુદી જગ્યાએ લઈ જઈ મહિલાની મરજી વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી બળાત્કાર ગુજારતા અને આખરે યુવકના તાબા હેઠળ થી છૂટી પોતાના ઘરે આવી દેવગઢ બારીયા પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દેવગઢ બારિયા તાલુકાના રામા ગામે ડાયરા ફળિયામાં રહેતો ભાવસિંગ ભાઈ રત્નાભાઈ ડાયરા દ્વારા તારીખ ૨૪મી સપ્ટેમ્બર ના રોજ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી 30 વર્ષીય મહિલા જે સમયે ખેતરમાં કામ કરી રહી હતી તે સમયે આ ભાવસિંગ ભાઈ પોતાની બોલેરો ગાડી લઈ મહિલા પાસે આવ્યો હતો અને કહેવા લાગેલા કે, તને લઈ જવી છે અને પત્ની તરીકે રાખવી છે, તારા છુટાછેડા મારા કાકાના દીકરા અશ્વિનભાઈ સાથે થઈ ગયેલ છે તો તું ચાલ મારી સાથે તેમ કહી મહિલા પાસે આવી તેનો હાથ પકડી બળજબરીપૂર્વક મહિલાને બોલેરો ગાડીમાં બેસાડી કહેવા લાગેલા કે જો તું ગાડીમાંથી ઉતરી તો તને મારી નાખીશ તેથી ધાકધમકીઓ આપી મહિલાને ગાડીમાં બેસાડી હતી અને તેને પાવાગઢ ની બાજુમાં આવેલ કોઈક ગામ તરફ લઈ જઈ રમણભાઈ નામના ઘરે લઈ ગયો હતો અને અમે મજૂરી કામ માટે આવ્યા છીએ તેમ જણાવ્યું હતું અને ત્યાં રૂમ રાખી હતી આ ગામમાં પણ મહિલા ની મરજી વિરુદ્ધ ભાવસિંગભાઈ દ્વારા બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને સુરત મુકામે પણ લઈ ગયો હતો અને ત્યાં પણ બળાત્કાર ગુજાર્યો હતો છેલ્લા બે મહિનાના સમયગાળા દરમિયાન પાશવી બળાત્કાર નો ભોગ બનેલ મહિલા આખરે ઉપરોક્ત ભાવસિંગ ભાઈ ના તાબા હેઠળ થી છૂટી દેવગઢ બારીયા તાલુકામાં પોતાના ઘરે આવી સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરતા પરીવારજનો દ્વારા તેને દેવગઢ બારીયા પોલીસ મથકે આવી આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ ૩૦ વર્ષીય મહિલા દ્વારા ઉપરોક્ત યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!