ફતેપુરા:છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલિસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો

Editor Dahod Live
1 Min Read

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ નાખી દીધો
છેલ્લા ચાર વર્ષથી અપહરણનો ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી ફતેપુરા પોલીસ
અરવલ્લી જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો આરોપી જલાઈ ગામેથી ઝડપાયો

ફતેપુરા તાલુકાના જલાઈ ગામનો છેલ્લા ચાર વર્ષથી અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી ફતેપુરા પોલીસ ફતેપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ગોધરા રેન્જ ડી.આઇ.જી એમએસ ભરાડા તથા દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઈવ નું આયોજન કરેલ હોય જે ડ્રાઈવ અનુસંધાન નાયબ પોલીસ અધિક્ષક બી વી જાદવ તથા પી.આઈ કે ડી ડીંડોર સુચના અને માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારના નાસતા ફરતા આરોપીને શોધી શોધી કાઢવા સારું ફતેપુરાના પી.એસ.આઇ સી બી બરંડા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમય દરમિયાન તે સમય દરમિયાન બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ઈપીકો કલમ ૩૬૩ ૩૬૬ ૧૧૪ તથા પોક્સો એક્ટ કલમ મુજબના ગુનાનો આરોપી જેન્તી કડવા કટારા રહેવાથી જલાઈ તાલુકો ફતેપુરા ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે

Share This Article