સીંગવડ નગરમાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન માસ્ક વગર ફરતા લોકો દંડાયા

Editor Dahod Live
2 Min Read

  કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.25

સીંગવડ બજારમાં વહીવટીતંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાઈ,માસ્ક વગર ફરતાં લોકો પર કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો

સિંગવડ તાલુકા મથકે મામલતદાર તથા પોલીસ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન માસ્ક વિના ફરતા ગાડી ચાલક તથા એક દુકાનદારો મળી કુલ 2000 વસૂલ કરવામાં આવ્યો હતો.માસ્ક વગર ફરતા લોકો સામે તાલુકાના તેમજ પોલીસ દ્વારા ઓચિંતી બજારમાં તપાસ કરતાં ગભરાટ ફેલાઇ

જવા પામ્યો હતો.દિવાળીના તહેવારો બાદ કોરોના મહામારીને લઈ કેસોમાં એકદમ ઉછાળો થતા જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.કોરોનાવાયરસ થી બચવા માટે સરકારી તંત્ર દ્વારા મોઢા પર માસ્ક  ફરજિયાત પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા વારંવાર સાબુથી હાથ ધોવાના સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જેવા અનેક નિયમોને ધ્યાનમાં રાખવા રજૂઆત કરવા છતાં લોકો જાહેરનામાનો ભંગ કરનારા લોકો ને સિંગવડ તાલુકા મામલતદાર મામલતદાર રણધીકપુર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સિંગવડ બજાર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા બજારમાંથી એક દુકાનદાર અને એક મોટી ગાડી કુલ બે લોકો માસ્ક વગર પકડાતા તેમની પાસેથી સ્થળ પર દંડ વસુલ કરવામાં આવ્યો તથા વહીવટીતંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ લોકો કોરોના મહામારી વાયરસની બીમારી ને મોઢા પર માસ્ક પહેરવા વગર મોટરસાયકલ લઈ અને અવર-જવર કરતાં હોય છે માટે સરકારી તંત્ર દ્વારા આવા લોકો પર લાલ આંખ કરી ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Share This Article