સુખસરમાં મામલતદાર પોલીસની ટીમ દ્વારા માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓને દંડ ફટકાર્યો,મામલતદારની ટીમ સામે પણ પ્રજા માસ્ક પહેર્યા વગર ફરતી જોવા મળી!

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ :- સુખસર 

સુખસરમાં મામલતદાર પોલીસની ટીમ દ્વારા માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓને દંડ ફટકાર્યો,મામલતદારની ટીમ સામે પણ પ્રજા માસ્ક પહેર્યા વગર ફરતી જોવા મળી!

 સુખસર.તા.24

ફતેપુરા તાલુકાના સુખસરમાં મંગળવારના રોજ મામલતદાર ની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી કોરોના સંક્રમણ બાબતે મુલાકાત લેવાઈ હતી જેમાં માસ વગર ના વેપારીઓને દંડ ફટકારાયો હતો જ્યારે પ્રજા માસ્ક પહેર્યા વગર જ ફરતી જોવા મળતાં આશ્ચર્ય સર્જાયું હતું.

ફતેપુરા તાલુકામાં કોરોના ના કેસો વધી રહ્યા છે જેમાં કોરોના સંક્રમણ અટકાવવા બાબતે મામલતદાર પી એન પરમાર દ્વારા કલેક્ટરના આદેશ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં મંગળવારના રોજ મામલતદાર ની ટીમ દ્વારા સુખસર પોલીસ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કટારાને સાથે રાખી બજાર વિસ્તારની મુલાકાત લેવાઈ હતી જેમાં વગર વેપાર કરતા દુકાનદારો પાસે દંડ વસુલ કરવામાં આવ્યો હતો જ્યારે મોટા ભાગની પ્રજા માં કોરોના નો કોઈ ડર ના હોય તેવી રીતે માસ્ક પહેર્યા વગર જ ફરતી હોવાનું નજરે જોવા મળ્યું હતું મામલતદાર ની ટીમ આવી હોવાની વાત વાયુવેગે પ્રસરતા વેપારીઓ સચેત થઇ ગયા હતા આખા ગામની તપાસ દરમિયાન માત્ર છ દુકાનદારો સામે દંડ કરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

Share This Article