Friday, 27/12/2024
Dark Mode

દે.બારીયા નગરમાં છોકરીના છેડતી બાદ મારામારીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને નામદાર કોર્ટે આઠ માસની કેદ તેમજ ત્રણ હજારનો દંડ ફટકાર્યો

દે.બારીયા નગરમાં છોકરીના છેડતી બાદ મારામારીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને નામદાર કોર્ટે આઠ માસની કેદ તેમજ ત્રણ હજારનો દંડ ફટકાર્યો

      નીલ ડોડીયાર :- દાહોદ

દાહોદ તા.21

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા કોર્ટ હકૂમતમાં આવેલ કાપડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જતો હોય તેવા સમયમાં દેવગઢબારિયા કાપડી વિસ્તારમાં રહેતા ત્રણ આરોપીઓને ૮ માસની કેદ અને ૩૦૦૦/- રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.

આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ તા.૮/૪/૨૦૧૫ કલાક ૨૦/૦૦ વાગ્યે દેવગઢબારિયા કાપડી ફાટક વિસ્તારના ફળિયામાં રહેતા ફરિયાદી હકીમભાઈ કયુમભાઈ શુક્લાની છોકરીની છેડતી મામલે (૧) ફિરોજભાઈ મજીદભાઈ પટેલ (૨) ફારૂકભાઈ મજીતભાઇ પટેલ (૩) ઈસુબભાઈ મજીત ભાઈ પટેલ તમામ રહે. કાપડી ફાટક ફળીયું નાઓ દ્વારા કરવામાં આવેલ જે બાબતે ફરિયાદી દ્વારા વિરોધ કરવામાં આવતા તમામ આરોપીઓએ ગાળો બોલી ગડદા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે આ આરોપીઓનો કેસ દેવગઢબારિયા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કે.એમ વસાવા નાઓ દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી મહે.જ્યુડીશ્યલ મેજી.ફ.ક. અરુણ જે. વાસુનાઓએ આવા આરોપીઓ સામે કડક વલણ અપનાવીને તમામ આરોપીને આઠ માસની કેદ તથા ત્રણ હજાર દંડની સજા ફરમાવેલ છે. દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.

error: Content is protected !!