Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ,વડોદરા રીફર કરાયો,

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ,વડોદરા રીફર કરાયો,

 દાહોદ લાઈવ ડેસ્ક…..

ઝાલોદના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યા નો પ્રયાસ,હિરેન પટેલની હત્યા બાદ પાલિકાના કોંગી કાઉન્સિલરએ ભરેલું પગલું પાલિકામાં કંઇક ખોટું બન્યું હોવાની ચાડી ખાય છે,પાલિકા ના ભ્રષ્ટાચાર ને લઈને તપાસ માં નામ આવ્યું હોવાથી આત્મહત્યાના પ્રયાસની આશંકાઓ

ઝાલોદ તા.21

ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ,વડોદરા રીફર કરાયો, આત્મહત્યાનો પ્રયાસ કરનાર કોંગી કાઉન્સિલરનો ફાઈલ ફોટો 

ઝાલોદ નગર પાલિકાના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા, આજે બપોરે માંડલેશ્ચર મહાદેવ જઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં હાહાકાર મચ્યો હતો. કાઉન્સિલર ને હાલ વડોદરા રિફર કરવામાં આવ્યો છે.

ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા બાદ પાલિકાનું રાજકારણ ગરમાયું હતું. અને આ હત્યાકાંડમાં પાલિકામાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારથી લઇ ને પાલિકાનું રાજકારણ જ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે, આજ શનિવારના રોજ ઝાલોદ ના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા માંડલેશ્ચર મહાદેવ મંદિર ખાતે જઈ ને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં ચર્ચા ના ચકડોળે ચડી હતી.

પાલિકાનો કાઉન્સિલર અંતિમ અગ્રવાલ આજે પોતાની ઓફિસના કર્મચારીને પોતે મંડલેશ્વર મહાદેવ જઇ અને આરામ કરશે એવું આજ શનિવારે બપોરે કહ્યું હતું. અને ત્યાર બાદ અંતિમ એ માંડલેશ્ચર મહાદેવ જઈ અને ઝેરી દવા ગટગટાવી હતી. અને ત્યાંથી જ પોતાના કાઉન્સિલર મિત્ર તથા અન્ય એક સગાવ્હાલા ને પોતે ઝેરી દવા ગટગટાવી હોવાની વાત કરી હતી. આ બાદ કાઉન્સિલર પોતે માંડલેશ્ચર જઈ અને તેને ખુબ જ કફોડી હાલતમાં ઝાલોદના ખાનગી દવાખાને દાખલ કર્યો હતો. ત્યાંથી તેને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારમાં અંતિમની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે. ત્યારે અંતિમ દ્વારા લેવામાં આવેલું આ પગલું પોતાના માથે જ આ તમામ ભ્રષ્ટાચાર માં પોતાના માથે જ બધું આવી જવાની બીકે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તબિયતના સુધારા પર આવેલા કાઉન્સિલર દ્વારા જ આ અંગે સ્પષ્ટતા થાય તેમ છે.

અજય કલાલની દુકાન માં પણ મુખ્ય ભૂમિકા

હિરેન પટેલ ની હત્યામાં આરોપી એવા અજય કલાલ દ્વારા પાલિકામાં ખોટા બીલો રજૂ કરી અને પેટ્રોલ પંપની પાછળની દુકાન પચાવી પાડી હતી. જે અંગે પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. ત્યારે આ દુકાનના કાંડમાં બીલો થી લઈને ખોટી સહીઓમાં પણ અંતિમ અગ્રવાલ નું નામ છે. ત્યારે તેના દ્વારા લેવામાં આવેલું આ આત્મહત્યાનું પગલું આ તપાસ ઉપરાંત અન્ય પણ કોઈ કાંડ માં આવતું હોવાથી ભરવામાં આવ્યું હોવાનું હાલ તો કહી શકાય એમ છે.

error: Content is protected !!