સીંગવડ ખાતે બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

  કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ ખાતે બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

સીંગવડ તા.16

સીંગવડ ખાતે 15.11.2020 ના રોજ સાંજના 6:00 કલાકે ભમરેચી માતાના મંદિર અને ભારત માતાના મંદિરના પટાંગણમાં સિંગવડ તાલુકા અખંડ ભારત યુવા સંઘ દ્વારા જન જાતિથી સમાજના ગૌરવ સમાન વીર ક્રાંતિકારી બિરસા મુંડાની ૧૪૫ મી જન્મ જયંતીના ભાગરૂપે 108 દિપ યજ્ઞ હનુમાન ચાલીસા રામ ધુન ગુરુ ગોવિંદ ના ભજનો સાથે વીર યોદ્ધા ને નમન કરી પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પૂરતા સામાજિક અંતર સાથે માસ્ક આપી કોરોના જાગૃતિ વિશે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી એવા કાંતિભાઈ સેલોત દ્વારા બિરસા મુંડાના જીવન પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં જન જાતિ સમાજ ને દેશ પ્રથમ ની ભાવના સાથે કામ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દરેક સમાજના વડીલોની હાજરી થી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિમય બન્યું હતું કાર્યક્રમના આયોજક અખંડ ભારત યુવા સંઘ અને સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ દરેક સમાજના લોકોનો આભાર માન્યો હતો.તથા ગુરુ ગુરુગોવિંદ ચોક બજારમાં પણ બિરસા મુંડાના કાર્યકરો દ્વારા ગુરુ ગોવિંદ ચોક પર દીવા કરીને ફટાકડા ફોડીને બિરસા મુંડાની ની 145 મી જન્મ જયંતી ને યાદ કરવામાં આવી હતી.

Share This Article