મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, કતવારા ગામ તરફથી નીકળતા હાઈવે રસ્તા ઉપર આજરોજ બપોરના સમયે એક સ્વીફ્ટ ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પોતાના કબજાની ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને જાેતજાેતામાં રસ્તાની સાઈડમાંથી પસાર થઈ રહેલ બે ભેંસો અને એક ગાયને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં આ ત્રણ પશુઓને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળ પરજ ત્રણેય પશુઓના મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી પણ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.