શું તમે વધી રહેલા વજનથી ચિંતિત છો? તો આજે જ સંપર્ક કરો…GREEN NUTRIZON
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં સંચગલી વિસ્તારમાં આવેલ ગાદલાંની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી.આગે જોતજોતામાં આખી દુકાને લપેટમાં લેતા દુકાન માં મુકેલા ગાદલા તેમજ અન્ય સર સામાન બળીને રાખ થઇ જતા દુકાન માલિકને હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યાનું જાણવા મળે છે.
દુકાનમાં લાગેલી આગના દ્રશ્યો
વધુ મળતી માહિતી પ્રમાણે દેવગઢબારિયા નગરમાં સંચાગલીમાં ગાદલાંની દુકાનમાં આજરોજ સવારના ૧૧.૩૦ વાગ્યાના સુમારે ગાદલાંની દુકાનમાં વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગતાંની સાથે નગરજનો ઘટના સ્થળે દોડી આવી દુકાનનો સામાન બચાવવામાં પડી ગયા હતાં. અને બનાવ અંગેની જીઈબી અને બારીઆ નગરપાલિકા ફાયર ફાઇટર જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીઈબી દ્વારા તાત્કાલિક એ વિસ્તારની લાઈટો બંધ કરી ફાયર ફાઈટરએ આગ કાબૂમાં લીધી.