સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ -19 અંતર્ગત કોરોના જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

  કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ -19 અંતર્ગત કોરોના જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું .

સંજેલી તા.06

આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી સંજેલી ખાતેથી covid -19 અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના જનજાગૃતિ માટેની રેલીનું આયોજન

કરવામાં આવ્યું હતું.જેમાં મામલતદાર શ્રી પી.આઇ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી એમ.એન.આલમ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે રાઠવા અને તાલુકા સુપરવાઇઝર એસ.સી સંગાડા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ રેલીને લીલી ઝંડી બતાવી હતી.જે સંજેલી મામલતદાર કચેરી થી નીકળી અને સંજેલી નગરમાં લોકોને

જનજાગૃતિ ને લઈ વારંવાર હાથ ધોવા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું મોં પર કાયમ માસ્ક પેરવાનુ રાખવું અને ટેસ્ટ ઇઝ બેસ્ટ ના બેનરો પોસ્ટરો દ્વારા સંજેલી નગરમાં આગામી તહેવારોના સમયમાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ ની રેલી દ્વારા જાહેર પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

Share This Article