Thursday, 21/11/2024
Dark Mode

કોરોના કાળમાં તહેવારોને લાગ્યું ગ્રહણ: દાહોદમાં વર્ષોથી યોજાતા રામલીલા તેમજ રાવણદહનનો કાર્યક્રમ મોકૂફ રખાયો

કોરોના કાળમાં તહેવારોને લાગ્યું ગ્રહણ: દાહોદમાં વર્ષોથી યોજાતા રામલીલા તેમજ રાવણદહનનો કાર્યક્રમ મોકૂફ રખાયો

જીગ્નેશ બારીયા :-  દાહોદ 

દાહોદ તા.૨૩

કોરોના કાળ દરમ્યાન છેલ્લા ૬ – ૭ મહિનાઓ દરમ્યાનના સમયગાળામાં વિતી ગયેલા તમામ તહેવારોને ગ્રહણ તો લાગ્યું જ પરંતુ સાથે સાથે હવે માં આદ્યશક્તિ એવો નવરાત્રી પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. દાહોદમાં ઠેર ઠેર દર વર્ષે યોજાતા રાવણ દહન કાર્યક્રમ પણ મોકુફ રાખવામાં આવ્યો છે અને દાહોદના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરના પરેલ વિસ્તારમાં વર્ષાેથી ચાલતી રામલીલાનું આયોજન પણ મોકુફ રખાતા રામ ભક્તો સહિત માંઈ ભક્તોમાં નિરાશા તો જાેવા મળી જ હતી તો બીજી તરફ શહેરમાં ઠેરઠેર યોજાતા રાવણ દહન ના કાર્યકરો પણ પ્રથમ વખત મોકૂફ રાખવામાં આવ્યા છે પરંતુ પોતાનું તેમજ પરિવારના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને કોરોના સંક્રમણથી બચી શકાય તેવા ઉમદા હેતુથી દાહોદના નગરવાસીઓએ પણ આ નિર્ણયને યોગ્ય માન્યો હતો.

આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબા મંડળ અને ગરબાનું આયોજન કરવાની પરવાનગી ન અપાતા દાહોદના ખેલૈયાઓમાં નિરાશા પણ આપી હતી અને ગરબા મંડળ દ્વારા પણ માત્ર માતાજીની આરતી તેમજ પ્રસાદીનું વિતરણ કરી આ નવ દિવસ સુધી માતાજીની માત્ર પૂજા-અર્ચના કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ દર વર્ષે દાહોદ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવતી હતી પરંતુ આ વખતે કોરોનાનું ગ્રહણ લાગતા શસ્ત્ર પૂજા કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો છે. આજે નવરાત્રિનો અંતિમ દિવસ હોય અને નોમ તેમજ આઠમ બંને ભેગી હોવાથી આજે આઠમના દિવસે ઘરે-ઘરે તેમજ મંદિરોમાં આઠમના હવાનો અને ઘરે-ઘરે માઇભક્તોએ માતાજીની આરાધના કરી હતી. દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં છેલ્લા ૫૦ વર્ષાે કરતાં પણ વધુ સમયથી ચાલતી રામલીલા આ વર્ષે નહીં યોજાય. રામલીલા ન યોજવા પાછળનું કારણ તો સૌને ખબર જ છે. સાથે સાથે દાહોદ શહેરના ગોવિંદનગર, ગોદી રોડ, પરેલ વિસ્તાર, ગોધરા રોડ સહિત અનેક નાના મોટા જાહેર સ્થળો ઉપર દર વર્ષે રાવણ દહન કાર્યક્રમ યોજાતો હતો તે પણ આ વખતે મોકુફ રાખવામાં આવ્યો છે. કોરોના કાળથી સૌ કોઈ પ્રભાવિત છે ત્યારે તહેવારો પર પણ કોરોના સંકટ આવતા દર વર્ષે ધામધુમથી તહેવારોની ઉજવણી કરતાં દાહોદવાસીઓમાં પણ નિરાશા તો જાેવા મળી રહી છે પરંતુ સરકારની ગાઈડ લાઈન અને નિયમોને આધિન આ વર્ષે ગરબા મંડળો દ્વારા પણ ગરબા ન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર વર્ષે ગરબામાં મન મુકીને ઝુમતા ખૈલાયાઓ આ વર્ષે ઘરમાં રહી માતાજીની પુજા, અર્ચના તેમજ આરાધના કરી રહ્યા છે. હવે દશેરાને માત્ર એક – બે દિવસ બાકી રહ્યા છે ત્યારે દાહોદ શહેરના બજારોમાં મહદઅંશે ચહલ પહલ પણ જાેવા મળી રહી છે પરંતુ વ્યાપાર – ધંધો કોરોના કાળ દરમ્યાન લોકડાઉનના છેલ્લા ૩ માસના કારણે ઠંડા રહ્યા છે. વેપારી, ધંધાદારી આલમના જણાવ્યા અનુસાર, હાલ પણ વ્યાપાર ધંધામાં જાેઈએ તેટલી તેજી જાેવા મળી નથી. ખાસ કરીને દાહોદની સ્વાદપ્રિય દશેરાના દિવસે જલેબી – ફાફડાની મીજબાની માણતી હોય છે. આ વખતે પણ માણસે પરંતુ દર વર્ષે જેવી મજા અને મોજ હતી તેવી મજા કદાચ મોજની પ્રાપ્તિ આ વખતે નહીં મળે. નવરાત્રી બાદ દશેરા પર્વનો આ વખતે ફિક્કો ઉત્સાવ અને ઉમંગ દાહોદવાસીઓને અનુભવ કરાવી રહ્યો છે.
———————————

error: Content is protected !!