Friday, 22/11/2024
Dark Mode

સંજેલી તાલુકાના પિછોડા ગામના તળાવ વિસ્તારની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? પોલીસ તપાસમાં જોતરાઇ

સંજેલી તાલુકાના પિછોડા ગામના તળાવ વિસ્તારની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? પોલીસ તપાસમાં જોતરાઇ

 કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તા.22

સંજેલી તાલુકાના પિછોડા ગામના તળાવ વિસ્તારની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે આ અજાણ્યા વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.કે કોઈકે ઈરાદાપૂર્વક હત્યા કરી છે.તેનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના પીછોડા ગામ ના તળાવ વિસ્તાર ની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી અજાણ્યા પુરુષની અત્યંત કોહવાઈ ગયેલી તેમજ દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઉપરોક્ત બનાવની જાણ સંજેલી પોલીસને થતાં સંજેલી પોલીસે ઘટનાસ્થળે તાબડતોબ પહોંચી લાશનો કબજો મેળવી પીએમ કરવા માટે સામુહિક

સંજેલી તાલુકાના પિછોડા ગામના તળાવ વિસ્તારની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? પોલીસ તપાસમાં જોતરાઇઆરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવી છે. જોકે જંગલમાં મળી આવેલી લાશની હાલ ઓળખ થઇ શકી નથી. તેમજ આ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી કે કોઈકે ઇરાદાપૂર્વક વ્યક્તિની હત્યા કરી તેને જંગલ વિસ્તારમાં લટકાવી અત્યારે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોય એવું કોઈ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ સંજેલી પોલીસે હાલ એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મરણ જનાર અજાણ્યા વ્યક્તિનું મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે તેમ લાગી રહ્યું છે.

error: Content is protected !!