સીંગવડ તાલુકાના કાળીયા ગોટા ગામે કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું
સીંગવડ તા.28
સિંગવડ તાલુકાના કાલીયાગોટા ગામના વતની અને વડોદરા ટ્રાફિક પોલીસમાં નોકરી કરતા તે ગઈકાલે રાત્રે ઘરે આવ્યા હતા.તથા શરદી ખાસી તાવ જેવું લાગતા તે જાતે સીંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચેક કરાવવા ગયા હતા.ત્યાં સામુહિક આરોગ્ય કેન્દ્ર સુપ્રીમ ટેન્ડર સૈનિક મેડમ સી.એમ.ઓ રંજન બામણીયા તથા તથા ડોક્ટર નિલેશ સેલોત ડોક્ટર વૈશાલી ગોસાઈ તથા તેમના સ્ટાફ વગેરે દ્વારા ટેસ્ટ કરાતા તેમણે પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ૧૦૮ મોકલી આપવામાં આવ્યા હતા.અને આરોગ્યની ટીમ દ્વારા જે તે વિસ્તારને તપાસ કરવાનું સર્વે ચાલુ કરી દેવામાં આવ્યું હતું.તથા ગન દ્વારા આજુબાજુના વિસ્તારોમાં તપાસ ચાલુ કરી હતી.તથા તે ઘરને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરીને પતરા મારી દેવામાં આવ્યા હતા સિંગવડ તાલુકામાં આઠ થી નવમો કેસ હોઈ તેમ લાગે છે તથા કોરોના ધીરે ધીરે પગ પેસારો કરતો હોય તેમ લાગી રહ્યું છે.