Friday, 22/11/2024
Dark Mode

દાહોદ અર્બન હોસ્પિટલના તબીબોની સિદ્ધિ:૧૪ વર્ષની કિશોરીના પેટમાંથી 20 કિલો ની ગાંઠ નું સફળ ઓપરેશન,ઝાબુઆની કિશોરીને પેટમાં દુખાવાની તકલીફ થતા દાહોદ અર્બન હોસ્પિટલમાં લવાઈ હતી:૨૦.૩૮ કિલોની ગાંઠનો સફળ ઓપરેશન બાદ કિશોરીની તબિયત સુધારા પર,પરિવારજનોએ તબીબોનો આભાર માન્યો

દાહોદ અર્બન હોસ્પિટલના તબીબોની સિદ્ધિ:૧૪ વર્ષની કિશોરીના પેટમાંથી 20 કિલો ની ગાંઠ નું સફળ ઓપરેશન,ઝાબુઆની કિશોરીને પેટમાં દુખાવાની તકલીફ થતા દાહોદ અર્બન હોસ્પિટલમાં લવાઈ હતી:૨૦.૩૮ કિલોની ગાંઠનો સફળ ઓપરેશન બાદ કિશોરીની તબિયત સુધારા પર,પરિવારજનોએ તબીબોનો આભાર માન્યો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

 દાહોદ અર્બન હોસ્પિટલના તબીબોની સિદ્ધિ:૧૪ વર્ષની કિશોરી ના પેટમાંથી 20 કિલો ની ગાંઠ નું સફળ ઓપરેશન:ઝાબુઆની કિશોરીને પેટમાં દુખાવાની તકલીફ થતા દાહોદ અર્બન હોસ્પિટલમાં લવાઈ હતી:૨૦.૩૮ કિલોની ગાંઠ નો સફળ ઓપરેશન બાદ કિશોરીની તબિયત સુધારા પર: પરિવારજનોએ તબીબોનો આભાર માન્યો

દાહોદ તા.૨૩

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં રહેતી એક ૧૪ વર્ષીય બાળાને છેલ્લા એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો અને પેટ પણ મોટુ થતું જાેવા મળતું હતુ ત્યારે આ બાળાની સ્થિતી નાજુક જણાતા એક વર્ષ બાદ બાળાના પરિવારજનો દ્વારા આ બાળાને લઈ દાહોદની અર્બન હોસ્પિટલ ખાતે આવતા અહીંના તબીબો દ્વારા બાળાની સ્થિતીની જાેતા તાત્કાલિક ઓપરેશન કરાવતાં પેટમાંથી ૨૦.૩૮ કિલો ગ્રામની ગાંઠ નીકળતાં ઉપસ્થિત તબીબો સહિત પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આ ગાઠનું આપરેશન સફળ રહ્યુ હતુ અને હાલ બાળાની તબીયત પણ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં આવેલ નાઢ ગામની રહેવાસી ૧૪ વર્ષીય રંજીલાબેન નાજુભાઈ મછાર છેલ્લા એક વર્ષથી તેના પેટમાં વધતી જતી ગાંઠથી પીડાતી હતી. મધ્યપ્રદેશના અલગ – અલગ નિષ્ણાંતો તથા દાહોદના જનરલ હોસ્પિટલ ખાતે પણ બતાવ્યા બાંદ તેમની તકલીફનું કોઈ નિરાકરણ આવી શક્યુ ન હતું. અંતે આ બાળાના પરિવારજનો બાળાને તા.૨૧.૦૯.૨૦૨૦ના રોજ દાહોદની અર્બન હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં ર્ડા.વિશાલ પરમાર સાથે મુલાકાત કરી બાળાની તકલીફ વિશે જણાવ્યું હતુ. બાળકીની તકલીફ ગંભીર જણાતા ર્ડા. વિશાલ પરમારે તાત્કાલિક ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને પરિવારજનો પણ ઓપરેશન કરાવવા રાજી થતાં ર્ડા.દ્વારા આપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. માત્ર ૨૫.૨૬ કિલોનું વજન ધરાવતી આ બાળાના પેટમાંથી ડોક્ટરે ૨૦.૩૮ કિલોગ્રામની વજનની ગાંઠ પેટમાંથી કાઢી હતી. ઓપરેશન સફળ નીવડતાં પરિવારજનો સહિત તબીબ આલમમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો અને એક વર્ષથી આ ગાંઠથી પીડાતી બાળાને તકલીફમાંથી મુક્ત કરાવી હતી.

error: Content is protected !!