Thursday, 26/12/2024
Dark Mode

સીંગવડ:રાઠોડના મુવાડા નજીકથી પસાર થતી ચબુટા નદીના પટમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા આશ્ચર્ય

સીંગવડ:રાઠોડના મુવાડા નજીકથી પસાર થતી ચબુટા નદીના પટમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા આશ્ચર્ય

   કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.12

સિંગવડ તાલુકા ના રાઠોડના ડુંગરપુર ગામે અજાણ્યા વાહન દ્વારા રાત્રિના સમયે દારૂની ખાલી બોટલો નદીમાં ઢગલો કરવામાં આવ્યો હતો.

સીંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે ચીલોટા નદીના પટમાં દ્વારા દારૂની ખાલી બોટલો રાત્રે ઢગલો કરી દેવામાં આવતા સવારે ગ્રામજનો દ્વારા નદીમાં દારૂની ખાલી બોટલો દેખાતા ગ્રામજનો દ્વારા રણધીકપુર પોલીસને ફોન દ્વારા જાણ કરવામાં આવતા રણધીકપુર પોલીસ દ્વારા તપાસ કરીને કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવી જાણ કરી હતી.જો વધારે વરસાદ વરસે તો આ ખાલી દારૂની બોટલો તણાઈને ડુંગરપુરથી છેક  કડાણા ડેમમાં પણ જઈ શકે છે.ત્યારે કોઈ માણસો નદીમાં ન્હાવા  કે હાથ-પગ ધોવા ઉતરે તો તેને આ કાચની બોટલ વાગવાનો ભય રહે તેમ છે.દારૂની ખાલી બોટલો નાખવા પાછળનું કારણ  પાણીને ગંદુ કરવા માટેની ચાલ લાગે છે કે પછી આ ખાલી બોટલો નાખવાનો કચરાપેટી જેવું લાગે છે. ત્યારે નદીના પટમાં દારૂની આટલી બધી માત્રામાં ખાલી બોટલો મળી હોય તો પછી સિંગવડ તાલુકામાં કેટલો દારૂ પીવાતો હશે તે ચર્ચાનો વિષય છે. આ ખાલી બોટલો કોણ ખાલી કરી ગયું તે તો ખબર નથી પરંતુ તેની રણધીકપુર પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.તથા આ ખાલી બોટલોનો તંત્ર દ્વારા બહાર નીકાળીને નાશ કરવામાં આવે તેવી રાઠોડના ડુંગરપુરના ગ્રામજનોની માંગ છે તથા આ ગુનો કરનારને તાત્કાલિક પકડવામાં આવે તેવી માંગણી છે.

error: Content is protected !!