રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફતેપુરા તાલુકાની 28 સીટોની ફાળવણી જાહેર કરાઈ,૧૪ સ્ત્રી અને ૧૪ પુરુષના નામે ફાળવણી,તાલુકામાં સુખસર સીટને બક્ષીપંચ સ્ત્રી તરીકે જાહેર કરાઈ

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ :- સુખસર 

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફતેપુરા તાલુકાની 28 સીટોની ફાળવણી જાહેર કરાઈ,૧૪ સ્ત્રી અને ૧૪ પુરુષના નામે ફાળવણી,તાલુકામાં સુખસર સીટને બક્ષીપંચ સ્ત્રી તરીકે જાહેર કરાઈ.

સુખસર તા.09

કોરોના મહામારી વચ્ચે પણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફતેપુરા તાલુકાની 28 પૈકી ૧૪ સ્ત્રી અને ૧૪ પુરુષ માટેની ફાળવણી કરવામાં આવી હતી.
ફતેપુરા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ૨૮ તાલુકા સીટ ની ફાળવણી ની યાદી જાહેર કરવામાં આવી હતી ૧૪ સ્ત્રી અને ૧૪ પુરુષ ની ફાળવણી ની યાદી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાઇ હતી. જેમાં સુખસર તાલુકા પંચાયત સીટ ને બક્ષીપંચ સ્ત્રી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તાલુકામાં હાલના સમયમાં કોરોના સંક્રમણ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો હોવાથી બેઠકોનો દોર શરૂ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Contents
Share This Article