કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પીપળીયા ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પીપળીયા ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો*

સુખસર,તા.13

બલૈયા, વાંગડ, ડબલારા,પીપળીયા અને રૂપાખેડા કે.જી.બી.વી નો વાર્ષિકોત્સવ માનનીય મહેશભાઈ ભુરીયા ધારાસભ્ય 130 ઝાલોદ વિધાનસભાના અધ્યક્ષ સ્થાને પીપળીયા ખાતે યોજાયો હતો.જેમાં દાહોદ જિલ્લાની તમામ કે.જી.બી.વી નો હસ્તકલા પ્રદર્શન પણ યોજાયું હતું.જેમાં ફતેપુરા તાલુકાની બલૈયા કે.જી.બી.વી એ હસ્તકલા પ્રદર્શનની અંદર ભાગ લીધો હતો.અને વાર્ષિકોત્સવમાં રાજસ્થાની ડાન્સ રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં મહેશભાઈ ભુરીયા દ્વારા શિલ્ડ તથા પાંચ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.ધોરણ 10 અને 12 માં એક થી ત્રણ નંબર મેળવેલ દીકરીઓ ને સિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

    કાર્યક્રમ મહેશભાઈ ભુરીયા ધારાસભ્ય,જિલ્લા પંચાયત સભ્ય,જિલ્લા એન્જિનિયર,જિલ્લા જેન્ડર કોર્ડીનેટર,બી.આર.સી ઝાલોદ, બી.આર.સી ફતેપુરા તથા સી.આર. સી ઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

Share This Article