ભારતમાલા હાઈવે જમીન સંપાદન મુદ્દે દાહોદના ખેડૂતોનો આક્રોશ, યોગ્ય વળતર માટે કલેક્ટરને આવેદન દેવગઢ બારિયા અને લીમખેડા તાલુકાના 7 ગામોના ખેડૂતોને 2011ની જંત્રી મુજબ ઓછું વળતર ચૂકવાયું હોવાનો આક્ષેપ, 

Editor Dahod Live
4 Min Read

ભારતમાલા હાઈવે જમીન સંપાદન મુદ્દે દાહોદના ખેડૂતોનો આક્રોશ, યોગ્ય વળતર માટે કલેક્ટરને આવેદન

દેવગઢ બારિયા અને લીમખેડા તાલુકાના 7 ગામોના ખેડૂતોને 2011ની જંત્રી મુજબ ઓછું વળતર ચૂકવાયું હોવાનો આક્ષેપ, 

ત્રણ વર્ષથી લંબિત રેફરન્સ કેસોની તાત્કાલિક સુનાવણીની માંગ

દાહોદ તા.૦૨

ભારત પરિમાલા અન્વયે દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે બનાવવા માટે જમીનો સંપાદન કરવામાં આવેલ છે જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલીયા, તોયણી, ગુણા તથા વાડોદર ગામના તથા લીમખેડા તાલુકાના વડેલા, દેગાવાડા અને નાની બંડીબારના ખેડૂતોને સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ વળતર સંતોષજનક ન હોવાને કારણે દેવગઢ બારિયા અને લીમખેડા ગામના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે ખેડૂતો દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

 

દેવગઢ બારિયા તાલુકાના સાલીયા, તોયણી, ગુણા તથા વાડોદર ગામના તથા લીમખેડા તાલુકાના વડેલા, દેગાવાડા અને નાની બંડીબારના ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આ વિસ્તારના ખેડૂતો ખેતીકામ કરીને પોતાનો અને પોતાના પરિવારનું ભરરપોષણ કરીએ છીએ. સને-૨૦૧૮ માં સરકાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરીને ભારત પરિમાલા અન્વયે દિલ્હી-મુંબઈ નેરનલ હાઈવે નં.૧૪૮/એન બનાવવા માટે જમીનો સંપાદન કરવામાં આવેલ છે. સંપાદન કરવામાં આવેલ જમીનોમાં ખેડૂતોના રહેણાંકના મકાનો પણ આવેલ હતા. જે જમીન સંપાદન થતા અરજદાર તથા અન્ય ખાતેદારોની જમીનોની સાથે સાથે મકાનો પણ સંપાદન હેઠળ આવરી લેવામાં આવેલ છે. અને સંપાદનમાં ગયેલ જમીનો તથા મકાન બાંધકામ અંગેનું અમોને સરકાર દ્વારા સને-૨૦૧૧ ની જંત્રીના ધારાધોરણ મુજબ વળતર ચુકવવાનો હુકમ કરેલ હતો અને અરજદારોને ચુકવવામાં આવેલ વળતર ઓછું હોઈ ખેડૂતોને વળતર વાંધા સહીત સ્વીકારેલ હોઈ ખેડૂતોએ મહામુલી જમીનોનું વધુ વળતર મેળવવા માટે ને હા.એકટની કલમ-૩(જી) (૫) મુજબ લવાદ કેસો સને-૨૦૨૨/૨૩ માં દાહોદ કલેકટર કચેરીમાં દાખલ કરેલ છે. ખેડૂતો દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર, આમ સંપાદનમાં ગયેલ જમીનો તથા રહેણાંકના મકાનોનું ચુકવવામાં આવેલ વળતર ઓછું હોઈ અમોને વધુ વળતર મેળવવા માટે સને-૨૦૨૨/૨૩ માં દાખલ કરેલ રેફરન્સ કેસો ને ત્રણેક વર્ષ ઉપરાંતનો સમયગાળો થઈ ગયેલ છે. તેમ છતા સદર કેસો બોર્ડ ઉપર લઈને કેસ ચલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ નથી. જયારે પંચમહાલ જીલ્લાના ને.હા. ૧૪૮/એન ના કામે જેટલા ગામોની જમીન સંપાદન કરેલ તે તમામ ગામોના કેસો પંચમહાલના મહેરબાન આર્બીટ્રેટર જજ-સાહેબે હાલમાં બોર્ડ ઉપર લઈ ને હીયરીંગ શરુ કરેલ છે. સદર હાઈવે રોડ બન્યો તે સમયે અમો અરજદારની જમીન અને મોહવા (હડફ) તાલુકાના નાટાપુર, ખાબડા તથા માતરીયાવાડી ગામની જમીન સાથે સંપાદન કરવામાં આવેલ હતી. અને મોહવા (હ) તાલુકાના નાટાપુર, ખાબડા તથા માતરીયા વાડી ગામના અરજદારોના લવાદ કેસોમાં પંચમહાલના નામદાર આટ્રિટર સાહેબે ચલાવીને હુકમ કરેલ છે. પરંતુ દાહોદ જીલ્લાના અરજદારોના કેસો આજદીન સુધી બોર્ડ ઉપર આવેલા નથી. ખેડૂતોના વધુમાં જણાવ્યા અનુસાર, આ અંગે અસરગ્રસ્ત ખેડુતોએ દાહોદ જિલ્લા કલેકટરને લેખિત તથા મૌખિક અનેકવાર રજુઆતો કરવા છતા એકાદ માસમાં તમારા કેસોનો કોઈ નિર્ણય કરેલ નથી. સક્ષમ સત્તાધીકારીઓ અમો ગરીબ તથા લાચાર અસરગ્રસ્ત ખાતેદારોની પરિસ્થિતીને ઘ્યાને લઈને કાયદાની જોગવાઈઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરીને જેમ બને તેમ જલ્દીથી અમારા કેસોને બોર્ડ ઉ૫૨ લઈને સુનાવણી કરી યોગ્ય હુકમ કરે તેવી માંગણી દેવગઢ બારિયા અને લીમખેડા ના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

Share This Article