મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘સ્ટ્રેંધનિંગ ઓફ એગ્રી-પોલિક્લિનિક ફોર ટ્રાઇબલફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘સ્ટ્રેંધનિંગ ઓફ એગ્રી-પોલિક્લિનિક ફોર ટ્રાઇબલફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ*

દાહોદ તા. ૩૧

કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્‍દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘લસણની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ’ વિષય ૫ર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ તારીખ ૩૦/૦૧/૨૦૨૬ના રોજ ‘સ્ટ્રેંધનિંગ ઓફ એગ્રી-પોલિક્લિનિક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત યોજવામાં આવ્યો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના બોરીયાલા, અભલોડ, ગાંગરડા અને સીમાલીયા બુઝર્ગ ગામના ૮૫ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્‍દ્ર, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદના યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, ડૉ. એચ. કે. પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને આવકાર્યા તથા લસણ પાકની આદર્શ ઢબે બીજ ઉત્પાદન વિષે વિગતવાર માહિતી આપી હતી.

આચાર્યશ્રી, કૃષિ ઈજનેરી પોલીટેકનીક, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદના ડૉ. એફ. જી. સૈયદ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોનું માર્ગદર્શન આપ્યું હતું. તથા અત્રેના કેન્દ્રના ડૉ. એમ. એમ. પંડ્યા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા લસણની સુધારેલ જાતો અને તેની લાક્ષણિકતાઓ વિષેની માહિતી આપવામાં આવી હતી. શ્રીમતી એસ. બી. પારગી અને શ્રી કે. એલ. પારગી, ખેતી અધિકારી તેમજ ડૉ. એસ. એ. ચૌહાણ, રીસર્ચ એસોસીએટ દ્વારા અનુક્રમે પ્રાકૃતીક ખેતીના વિવિધ આયામો, લસણ પાકની ખાતર તેમજ નીંદણ વ્યવસ્થાપન તથા લસણ પાકમાં જૈવિક પ્રવાહીની ઉપયોગીતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રના સ્ટાફ દ્વારા ખેડૂતોને સંશોધન ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. સાથે કેન્દ્ર ખાતે કાર્યરત જુદા જુદા પાકોના સંશોધન અખતરા અને બીજ ઉત્પાદન વિષે પ્રત્યક્ષ માહિતી આપી હતી. કાર્યક્રમને અંતે ર્ડા. એસ. એ. ચૌહાણએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

000

Share This Article