દાહોદ પોલીસનું ફિટનેસ ઉપર ધ્યાન : સિન્થેટિક ટેનિસ કોર્ટનું શુભારંભ!

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ પોલીસનું ફિટનેસ ઉપર ધ્યાન : સિન્થેટિક ટેનિસ કોર્ટનું શુભારંભ!

દાહોદ તા.૨૧

દાહોદના પોલીસ હેડ કવાટર પાસે આજે રેન્જ આઇ.જી. રાજેન્દ્ અસારીના અધ્યક્ષ સ્થાને સિન્થેટિક ટેનિસ કોર્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારી, દાહોદ કલેકટર યોગેશ નિર્ગુડે, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, ઝાલોદ તેમજ દાહોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ તેમજ જગદીશ ભંડારી, તથા એલસીબી રુલર, એ ડિવિઝન, એલઆઈપીના પોલીસ ઇન્સ્પેક્ટર, સહિત અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય બાબત છે કે આ ટેનિસ કોર્ટનો આજે ભલે લોકાર્પણ થયો હોય. પરંતુ આનો પાયો પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ 2012 માં તેમના પ્રોબેશન કાર્યકાળમાં મૂક્યો હતો. તેઓ ટેનિસ કોર્ટ રમવાના શોખીન છે. સાથે જ દાહોદ કલેકટર પણ ટેનિસ કોર્ટ રમવાના મહેર છે.

Share This Article