Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સંક્રમણ કેસોના પગલે વહિવટી તંત્ર એક્શનમાં:ફતેપુરામાં માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ અને ગ્રાહકો દંડાયા: રૂપિયા ચૌદ હજારના દંડની વસૂલાત કરી

કોરોના સંક્રમણ કેસોના પગલે વહિવટી તંત્ર એક્શનમાં:ફતેપુરામાં માસ્ક વગર  વેપાર કરતા વેપારીઓ અને ગ્રાહકો દંડાયા: રૂપિયા ચૌદ હજારના દંડની વસૂલાત કરી

શબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિકોરોના સંક્રમણ કેસોના પગલે વહિવટી તંત્ર એક્શનમાં:ફતેપુરામાં માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ અને ગ્રાહકો દંડાયા: રૂપિયા ચૌદ હજારના દંડની વસૂલાત કરી@ ફતેપુરા 

ફતેપુરા નગરમાં મોઢા પર માસ્ક  પહેર્યા વિના વેપાર કરતા વેપારીઓ અને ગ્રાહકો દંડાયા,મામલતદાર અને પોલીસ આરોગ્ય શાખા તેમજ તાલુકા પંચાયતની સંયુક્ત ટીમ દ્વારા મોઢા પર માસ વિનાના લોકો પાસેથી કુલ રૂપિયા 14 હાજર રૂપિયાના દંડની વસૂલાત કરી,સંયુક્ત ટીમ દ્વારા કંટેઇન્મેન્ટ  એરીયાની મુલાકાત પણ લેવામાં આવી હતી

ફતેપુરા તા.29

ફતેપુરા નગરમાં દિવસે દિવસે વધતા જતા કોરોના સંક્રમણ કેસોને લઈને તંત્ર એક્શન મોડમાં આવતા ફતેપુરા નગરમાં તેમજ તાલુકામાં કોરાના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિવસે દિવસે વધારો નોંધાતા વહીવટીતંત્ર ચિંતામાં મુકાઈ ગયો છે.ત્યારે પંથકમાં કોરોના સંક્રમિત કેસોમાં ઘટાડો થાય અને સરકારશ્રી અને કલેકટરશ્રીના જાહેરનામાનો ચુસ્તપણે અને કડકપણે અમલ થાય એ માટે એકશનમાં આવી જઈને મામલતદાર એન આર પારગી નાયબ મામલતદાર વિપુલભાઈ ભરવાડ પી.એસ.આઇ સીબી બરંડા નાયબ તાલુકા વિકાસ અધિકારી તાવિયાડ અને આરોગ્ય શાખાની સંયુક્ત ટીમ દ્વારા ફતેપુરા નગરમાં મોઢા પર માસ્ક વિના ફરતાં લોકો અને માસ્ક વિના વેપાર કરતાં વેપારીની દુકાને આકસ્મિક તપાસ આરંભતા માસ્ક  વિના વેપાર કરતા વેપારીઓ અને મોઢા પર માસ્ક વિનાના ફરતા લોકોને પકડી પાડી રૂપિયા ચૌદ હજાર જેટલો દંડ કરવામાં આવેલ છે નગરમાં બિન્દાસપણે કોરોનાવાયરસ ડર રાખ્યા વગર મોઢા પર માસ્ક વિના વેપાર કરતા વેપારીઓ અને લોકોને ઝડપી પાડી ૧૪ જેટલા ઇસમોને રૂપિયા એક હજાર લેખે દંડ ફટકારી રૂપિયા 14, 000 જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.તાલુકાના ફતેપુરા અને કરોડિયા પૂર્વ ગામના કંટેઇન્મેન્ટ  એરીયાની પણ સંયુક્ત ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી.નગરમાં આમ જનતાને જાણ થતા મોઢા પર માસ્ક  વિના ફરતા અને વેપાર કરતા વેપારીઓને જાણ થતાં ફટાફટ મોઢા પર માસ્ક પહેરી લીધા હતા.મામલતદાર એન આર પારગી ની ટીમ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ  રાખવા અને મોઢા પર ફરજિયાત માસ્ક પહેરી રાખવા સમજણ આપી હતી.

error: Content is protected !!