શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા
ફતેપુરા નગરમાં એક જ પરિવારના ૪ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પંથકમાં ખળભળાટ,ફતેપુરામાં દિન પ્રતિદિન વધતા જતા કોરોના પોઝિટિવ કેસો,એક જ કુટુંબના માતા પિતા-પુત્ર અને પુત્રીને કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ
ફતેપુરા તા.27
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં હોળી ફળિયા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામેલ છે ફતેપુરા નગરના હોળી ફળિયા વિસ્તારમાં રહેતા 1 પ્રજાપતિ લલીતાબેન બેન રણછોડભાઈ ઉંમર વર્ષ આશરે 65 2 પ્રજાપતી મુકેશ ભાઈ રણછોડભાઈ ઉંમર વર્ષ આશરે 40 3 પ્રજાપતિ પ્રીત મુકેશભાઈ ઉંમર વર્ષ 15 4 પ્રજાપતિ ફાલ્ગુની મુકેશભાઈ ઉમર આશરે ૧૭ એક જ પરિવારના ૪ સભ્યોને માતા પિતા-પુત્ર અને પુત્રીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે અને આ એક જ કુટુંબના ૪ સભ્યો સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીઓને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ નગરના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળો પીવડાવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે તેઓ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હાડા દ્વારા જણાવવામાં આવેલ છે ફતેપુરા નગરમાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસ વધતા જતા નગરમાં ચિંતાનો વિષય ઉભો થવા પામેલ છે ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા બે શિક્ષકોને છેલ્લા ત્રણ દિવસની અંદર કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા નગરમાં આજરોજ એક જ કુટુંબના ચાર કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામેલ છે