મહેન્દ્ર ચારેલ : સંજેલી
સંજેલી તાલુકાના કાવડના મુવાડા આંગણવાડી કેન્દ્રની ભરતીમાં કૌભાંડ હોવાનો અરજદાર નો આરોપ.
કાવડાના મુવાડામાં અન્ય ગામની વ્યક્તિને ઓર્ડર થતાં હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યો.
ન રહેગા બાસ ના રહેગી બાંસુરી ભરતીના મેરીટમાં મારું પ્રથમ ક્રમે નામ હતું તો અન્ય વ્યક્તિને ઓર્ડર કેમ?
પ્રતિનિધિ સંજેલી..
સંજેલી તાલુકાના માંડલીના કાવડાનામુવાડા આંગણવાડી ની ભરતીમાં અન્યને ઓર્ડર થતા વિવાદ અરજદાર દ્વારા આંગણવાડી કાર્યકરની ભરતીમાં છબરડા નો આક્ષેપ અરજદાર દ્વારા તાલુકા જિલ્લા સહિત હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો ભરતી રદ કરવા સહિતની માંગો કરાઇ. સરકારી નોકરીઓ માટે થતી ભરતી પ્રક્રિયા વિવાદ ન આવે તેવું ભાગ્ય જ ગુજરાતમાં આજકાલ જોવા મળે છે. હાલ સંજેલી તાલુકામાં વર્ષ 2025 માં ખાલી પડેલી આંગણવાડી ની ભરતી કરવામાં આવી હતી જેમાં સંજેલી તાલુકાના માંડલી પંચાયતના કાવડાના મુવાડા
આંગણવાડી કાર્યકર ની ભરતી માં વિવાદ થયો. કાવડાના મુવાડા ગામમાં કલ્યાણપુરા ગામની વ્યક્તિને ઓર્ડર થતા અરજદાર દ્વારા ભરતી પ્રક્રિયા પર સ્ટેટ તેમજ ભરતી રદ કરવા માટે હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો. અરજદારે આક્ષેપ કર્યો કે બીજા ગામની વ્યક્તિ અમારા ગામમાં કેવી રીતે ઓર્ડર થયો ડોક્યુમેન્ટમાં છબરડા કર્યો હોવાના આક્ષેપો સાથે ઉમેદવારો તેમજ પરિવારોએ મીડિયા સમક્ષ નિવેદન આપી ભરતી રદ કરવાની માંગ કરી છે.
કાવડાના મુવાડા આંગણવાડી કેન્દ્રની ભરતીમાં ફોર્મ ભર્યું હતું જેમાં મારું સ્વઘોષણાનું પ્રમાણપત્રના કારણે રદ થયું છે અમને 10 દિવસની મુદત મળી અપીલ સમિતિમાં ડોક્યુમેન્ટ રજૂ કર્યા પણ અમારી અપીલ સાંભળવામાં ના આવી તેમજ અમારા ગામમાં અન્ય ગામની વ્યક્તિને ઓર્ડર કર્યો છે ભરતી રદ થવી જોઈએ.
આંગણવાડી કાર્યકર તરીકે ફોર્મ ભર્યું જેમાં મારું મેરીટમાં પ્રથમ ક્રમે નામ હતું અને મારું રદ કરી અન્ય ગામની વ્યક્તિને ઓર્ડર કર્યો છે તે તદ્દન ખોટો ઓર્ડર કર્યો છે જે વ્યક્તિનો ઓર્ડર કર્યો છે તે આઈસીડીએસમાં તેમની સાસુ છે સુપરવાઇઝરમાં તેમણે લાગવગ કરી ઓર્ડર કરાવ્યો છે આ ઓર્ડર ખોટો કર્યો છે તાલુકાથી લઈ જીલ્લા અને હાઇકોર્ટમાં સ્ટે માટે અપીલ કરી છે.
વર્ષ 2025 ની આંગણવાડી કાર્યકર તેડાગર ની ભરતી કરવામાં આવી છે કાવડાના મુવાડા ગામની ભરતીમાં અન્ય ગામની વ્યક્તિને ઓર્ડર આપતા હોવાનું જણાવતા અમે તેઓની વિગત તપાસ કરાવી મામલતદાર કચેરીએ રહેઠાણનું પ્રમાણપત્ર સહિત ડોક્યુમેન્ટ તપાસ કરવામાં આવ્યા જે કાવડાનામુવાડા ના જ હોય તેવું માલુમ પડેલ છે.હજી તેમને ઓર્ડર આપવામાં આવ્યો નથી હાઇકોર્ટમાં સ્ટે મૂક્યો છે કે કેમ તે ચેક કરી ઓર્ડર આપવાની આગળની કાર્યવાહી કરીશુ.તેવું ઇન્ચાર્જ સીડીપીયો ધરાબેન રાઠોડ. દ્વારા જણાવવામાં આવ્યું હતું.