રાજેશ વસાવે :- દાહોદ
મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ઘુસાડતા બુટલેગરો સામે ગરબાડા પોલીસની લાલ આંખ : પોલીસે 3 લાખના દારૂ સાથે 13 લાખનો મુદામાલ જપ્ત કર્યો
દાહોદ તા. ૨૫
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા ઘુસાડવામાં આવતો હોય છે. પરંતુ પોલીસ પણ સક્રિય બની છે અને આવા અસામાજિક અને બેફામ બુટલેગરોને ઝડપી પાડવા માટે અસરકારક કામગીરી હાથ ધરી રહી છે દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસે ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ બોર્ડર હોય કે પછી રાજસ્થાન બોર્ડર આ તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ કરી છે અને સંસ્કાપદ વાહનોનું ચેકિંગ હાથ ધરીને બુટલેગરોના ઇરાદાઓને ના કામ કરી રહી છે. અને તેઓને દારૂ સાથે ઝડપી પાડી જેલ ભેગા કરી રહી છે તાજેતરમાં જ દાહોદ જિલ્લા એસપી ના માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને દાહોદ પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ત્યારે ગરબાડા પોલીસે પણ અસરકારક કામગીરી કરીને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ઘુસાડ હતો ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂ તેમજ 13 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી મધ્યપ્રદેશના બે બુટલેગરોને ગરબાડાની ભાભરા ચોકડી પાસેથી પકડી પાડી જેલ ભેગા કર્યા છે જેમાં ગરબાડા પોલીસે વરના ગાડીમાંથી બે લાખથી વધુ નો વિદેશી દારૂ તેમજ ત્રણ મોબાઈલ ફોન અને ફોરવીલર ગાડી જપ્ત કરી છે. જ્યારે એક ઝાયલો ગાડીને નિમચ ગામ ખાતેથી ઝડપી પાડી હતી જેના અંદરથી ગરબાડા પોલીસે 1.5 લાખથી વધુનો વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના એક બુટલેગરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. આમ ગરબાડા પોલીસ મથકના પી.આઈ એસ.એમ રાદડિયા ના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસે એક જ દિવસમાં દારૂ ભરેલી 2 ફોરવ્હીલ ગાડી સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.