રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જુદાજુદા અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી આંગણવાડીઓમાં લોલમપોલ..
બબ્બે ત્રણ ત્રણ મહિનાસુધીનો બાળકોને આપવામાં આવતો નાસ્તાનો જથ્થો જેસે થે..
દાહોદ તા. ૧૭ 
ગરબાડા તાલુકોએ સૌથી પછાત તાલુકો માનવામાં આવે છે સરકાર દ્વારા આ તાલુકાને મહત્વકાંક્ષી તાલુકો જાહેર કરવામાં આવ્યો છે જેથી કરીને આ તાલુકાનો બધા ક્ષેત્રે વિકાસ થાય અને કુપોષણ નિવારી શકાય પરતું અહીંયા વાસ્તવિકતા કઇક અલગ જ જોવા મળી રહી છે સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે બાળકોને પોસ્ટિક આહાર નું વિસ્તરણ કરવામાં આવે છે પરતું ગરબાડા તાલુકાની આંગણવાડી ઓમાં આ પોસ્ટિક નાસ્તો વિતરણ કરવામાં પણ લાલીયાવાડી જોવા મળી રહી છે.

ગરબાડા તાલુકા ના અમુક વિસ્તારની આંગણવાડીઓની મુલાકાત લેતા ઘણી ખરી આંગણવાડીઓમાં બે થી ત્રણ માસ જૂના નાસતા પેટકેટો વિતરણ કર્યા વગરના પડેલી હાલતમાં મળી આવ્યા હતા. અને બાળકોને સવારના સમયે આપવામાં આવતું સંજીવની દૂધ બપોર સુધી જેમ તેમ પડેલું જોવા મળ્યું હતું અને અમુક આંગણવાડી ઉપર તો જે બાળકોને દૂધ આપવામાં આવે છે તે કૂતરાઓને નાખવામાં આવે છે તેવા પણ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જોવા મળ્યા છે.
ખરેખર આ બાળકોને આપવામાં આવતો નાસ્તો અને દૂધ જે બાળકના શરીરના વિકાસનો પાયો ગણવામાં આવે છે પરંતુ આંગણવાડીઓની આવી લાલિયા વાડી જોઈને ખરેખર આંગણવાડી વર્કરોને શરમ નથી આવતી શું આ આંગણ વાડીઓમાં સુપર વાઈઝર કે પ્રોગ્રામ ઓફિસર મુલાકાત નથી લેતા હશે. ખરેખર આ કડવી વાસ્તવિકતા છે જે નીબાળકોના વિકાસ પર અસર પડી રહી છે.

અંતરિયાળ વિસ્તારની ઘણી ખરી આંગણવાડીઓ તો ખુલતી પણ નથી જે બાબત પણ તપાસમાં વિષય છે