
સિંગવડ તાલુકાની પાતા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.
સીંગવડ તા. ૨૯
ગુજરાત સરકાર દ્વારા 23 માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025- 26 નો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે અધ્યક્ષ સ્થાને મેથાણ જિલ્લા સદસ્ય રાજુલાબેન રાઠોડ દ્વારા આજરોજ તારીખ 27-06-2025 ના રોજ પાતા પ્રાથમિક શાળામાં, શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો, સિંગવડ તાલુકાના BRP તેમજ લાયજન ઓફિસર સુરેશભાઈ નિનામા તેમજ ગામના વરિષ્ઠ અને જિલ્લા કારોબારીના સભ્ય ચંદ્રસિંગભાઈ તેમજ ગ્રામજનો અને આંગણવાડી બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ નો શુભારંભ કરાવી નાના ભૂલકાઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા અને અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ દફતર આપીને પ્રવેશ કરાવ્યો હતો જેમાં RBSK ટીમ, ગામના વડીલો, શાળા સંચાલન સમિતિના સભ્યો,શાળા ના આચાર્યશ્રી, શિક્ષક ગણ, વાલીઓ તેમાં શાળાના વિદ્યાર્થીઓ, હાજર રહ્યા હતા. અંતે આ કાર્યક્રમ સુખદ રીતે ભૂલકાઓને પ્રવેશ આપી પૂર્ણ કરવામાં આવ્યો હતો..