Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદ:કોરોના સંક્રમણ વધતા એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન લદાયો

ઝાલોદ:કોરોના સંક્રમણ વધતા એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન લદાયો

    હિરેન પંચાલ @ ઝાલોદ 

આજથી ઝાલોદ એક સપ્તાહ માટે બંધ:કોરોના ના વધતા જતા કેસ ને પગલે સ્વેચ્છિક લોક ડાઉન નો ચુસ્ત અમલ કરવામાં આવ્યો

ઝાલોદ તા.26

ઝાલોદ નગરમાં કોરોનાના વધતા જતા કેસને પગલે નગર પાલિકા તથા વેપારી એસોસિએશન દ્વારા રવિવારથી રવિવાર એક સપ્તાહનું સ્વેચ્છિક લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું હતું. જેનો આજે પહેલા દિવસે લોકો એ ચુસ્ત અમલ કર્યો હતો.

કોરોનાંની મહામારીથી અછૂતા રહેલા ઝાલોદમાં દશ દિવસ અગાઉ નોંધાયેલા કોરોનાના પ્રથમ કેસ ને પગલે ફફડાટ વ્યાપ્યો હતો. પરંતુ જોત જોતામાં આ આંકડો પંદર ને પાર પહોંચી ગયો હતો. જેને પગલે નગર જનો માં સ્થાનિક તંત્ર કોઈ જરૂરી પગલાં લે તેવી માંગ ઉઠી હતી. આ દરમ્યાન કોરોના ના કારણે ત્રણ જેટલી મોત થતાં, સ્થાનિક વેપારી એસોસિએશન તથા પાલિકા એ દુકાનો ના કલાકો પણ ઘટાડ્યા હતા. તેમ છતાં કોરોના ના આંકડાઓ માં ઉછાળો આવતા, શુક્રવાર ના રોજ મળેલી બેઠક માં રવિવાર તારીખ ૨૬ જુલાઈ થી રવિવાર ૨ જી ઓગસ્ટ સુધી નગર ને સંપૂર્ણ રીતે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આજ થી જ અમલમાં આવેલા આ સ્વેચ્છિક લોક ડાઉન નેં પગલે નગરજનો એ ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ રાખી અને સ્વ અનુશાસન નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને નગર ને જડબેસલાક બંધ રાખી અને કોરોના મહામારી નું ઝાલોદ માં સંક્રમણ થતાં અટકે એ માટે જરૂરી પગલાં લીધા હતા. તેમજ નગર આખાને સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!