Friday, 14/03/2025
Dark Mode

SDM એ જિલ્લા સબ રજીસ્ટારને પત્ર મોકલી દસ્તાવેજ કરવા નિર્દેશો કરાયા… દાહોદના નકલી NA પ્રકરણ: શંકાસ્પદ સર્વે નંબરોમાં 11 સર્વે નંબર સાચા જાહેર થતાં દસ્તાવેજો ઉપરના પ્રતિબંધ હટાવાયા…

February 7, 2025
        900
SDM એ જિલ્લા સબ રજીસ્ટારને પત્ર મોકલી દસ્તાવેજ કરવા નિર્દેશો કરાયા…  દાહોદના નકલી NA પ્રકરણ: શંકાસ્પદ સર્વે નંબરોમાં 11 સર્વે નંબર સાચા જાહેર થતાં દસ્તાવેજો ઉપરના પ્રતિબંધ હટાવાયા…

રાજેશ વસાવે :- દાહોદ 

SDM એ જિલ્લા સબ રજીસ્ટારને પત્ર મોકલી દસ્તાવેજ કરવા નિર્દેશો કરાયા…

દાહોદના નકલી NA પ્રકરણ: શંકાસ્પદ સર્વે નંબરોમાં 11 સર્વે નંબર સાચા જાહેર થતાં દસ્તાવેજો ઉપરના પ્રતિબંધ હટાવાયા…

શંકાસ્પદ સર્વે નંબરોમાં રી- સર્વેમાં હકીકતલક્ષી અહેવાલ સરકારમાં મોકલાયો: પોલીસે કોર્ટમા ચાર્જશીટ રજુ કરી,

પ્રીમિયમ અંગે સરકારમાંથી શું પોલીસી નક્કી થાય છે. તે અંગે આગામી સમયમાં જાહેર થવાની વકી..

દાહોદ તા.06

દાહોદના બોગસ બીનખેતી પ્રકરણમાં કલેકટરની સીધી સૂચના હેઠળ વહીવટી તંત્ર દ્વારા હકીકતલક્ષી અહેવાલ મેળવવા રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલા શંકા સર્વે નંબરોમાં અત્યારની સ્થિતિએ સ્થળ પર શું છે તે અંગેની હકીકતલક્ષી અહેવાલ ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવ્યું છે. બીજી તરફ શંકાસ્પદ સર્વે નંબરોમાં પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદોમાં તપાસના અંતે કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી છે.દરમિયાન વહીવટી તંત્રની ટીમોમાં તપાસ બાદ જાહેર કરાયેલા 215 શંકાસ્પદ સર્વે નંબરોમાંથી 11 સર્વે નંબરો સાચા તરીકે સામે આવ્યા છે જે બાદ દાહોદ SDM એ 11 સર્વે નંબરોની યાદી સાથેનો પત્ર જિલ્લા સબ રજીસ્ટરને મોકલ્યો છે અને સાચા તરીકે જાહેર થયેલા આ સર્વે નંબરોમાં દસ્તાવેજો ઉપરનો પ્રતિબંધ હટાવી દેવા માટે સૂચના અપાવી છે જેના પગલે હવે ઉપરોક્ત જાહેર કરાયેલા 11 સર્વે નંબરોમાં મિલકત ધારકો દસ્તાવેજ કરી શકશે. જેમાં દસ્તાવેજ વેળાએ બિન ખેતીના હુકમની પ્રમાણિત નકલ મેળવી દસ્તાવેજો ઉતારવા નિર્દેશ કર્યા છે. અત્રે ઉલ્લેખની છે કે દાહોદના બોગસ NA પ્રકરણમાં જે તે સમયે 215 જેટલા શંકાસ્પદ સર્વે નંબરોની યાદી જાહેર કરાઈ હતી.જેમાં જે તે સમયે બિન ખેતીના હુકમોની પ્રમાણિત નકલ ન મળતા આ સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબર તરીકે જાહેર થયા હતા. પરંતુ કલેકટર ની અધ્યક્ષતામાં SDM ના વડપણ હેઠલ નિયુક્ત કરાયેલી SIT ની ટીમ દ્વારા ઝીણવટ ભરી તપાસના અંતે ઉપરોક્ત જાહેર કરાયેલા 11 સર્વે નંબરો સાચા તરીકે જાહેર થયા હતા. જોકે હવે પોલીસ દ્વારા શંકાસ્પદ નંબરોમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.રી સર્વે બાદ શંકાસ્પદ સર્વે નંબરોનો હકીકતલક્ષી અહેવાલ સરકારમાં મોકલી દેવામાં આવ્યો છે હવે સરકારમાંથી પ્રિમિયમ અંગે શું પોલીસી નક્કી થાય છે. તે હવે આવનાર સમય બતાવસે..

 

 સાચા તરીકે જાહેર કરાયેલા 11 સર્વે નંબરોની યાદી 

અ.નં. ગામનું નામ સર્વેનંબર

1 છાપરી. ૨૧

૨. લીલર. ૧૫/૧૪

૩. ચંદવાણા ૩૮૧/૨

૪ સાકરદા. ૧૬/અ/૨

5. દાહોદ કસ્બા. 509/પૈકી ૨

6. દાહોદ કસ્બા. 373/1/પૈકી ૮૧૩૩/ ક 

7. દાહોદ કસ્બા. 373 /૧/ પૈકી ૮૧૩૩/ અ 

8. દાહોદ કસ્બા ( રળિયાતી) 388/ પૈકી ૧/ પૈકી/૧

9 ઉકરડી. 57પૈકી ૧

10. દાહોદ કસ્બા. 55 

11 દાહોદ કસ્બા. 60/બ 

8.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!