સિંગવડ તાલુકાના કેળકુવાના જંગલ વિસ્તારમાં દીપડો મૃત્યુ હાલતમાં મળી આવતા ચકચાર…
દાહોદ તા.26
સિંગવડ તાલુકાના કેળકુવા ગામે અનામત જંગલ વિસ્તારના સર્વે નંબર 7 માં દીપડો ઘાયલ હાલતમાં હોવાની જાણ ફોરેસ્ટ ઓફિસના જમાદાર જે.પી. ડામોરને 9:30 કલાકે મળતા વન વિભાગ ના આર.એફ.ઓ એમ.એન. પ્રજાપતિ એ.સી.એફ કે.એન. ખેર તથા પશુ ચિકિત્સક અધિકારી કે કે પ્રજાપતિ ની ટીમ સાથે જંગલમાં પહોંચી તપાસ કરતા દીપડો ઉંમર બે વર્ષ આશરે માંદા જે મૃત્યુ પામેલ જણાવેલ હતું જેના શરીર પર ઇજાના નિશાન હતા તથા આજુબાજુના વિસ્તારમાં લોહીના ડાઘ તથા પગના પંજા ના નિશાન જોવા મળેલ હતા આ દીપડા નું મૃત્યુ અન્ય દીપડા સાથે આંતરિક લડાઈમાં થયેલ હતું જેવું પીએમ પેનલ ડોક્ટર તથા સરકારી પંચોની હાજરીમાં માતાના પાલ્લા ની નર્સરી ખાતે કરવામાં આવેલ હતું ત્યારબાદ દીપડાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો જ્યારે વન્ય પ્રાણીઓ ખોરાક માટે પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સીમિત વિસ્તારમાં બીજું વન્ય પ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે તેમ ફોરેસ્ટ ઓફિસના આ. એફ. ઓ.દ્વારા જણાવવામાં આવ્યું હતું