Wednesday, 05/02/2025
Dark Mode

ઓઇલનો જથ્થો ખાદ્ય છે કે અખાદ્ય તે અંગે ફૂડ વિભાગે નમુના લીધા: પોલીસે ટ્રેડમાર્ક અને GST માટે સંબંધીતો ને જાણ કરી.. દાહોદના ખરેડી GIDC ખાતે આવેલી ઓઇલ ફેક્ટરીમાં SOG પોલીસના દરોડા: લાખો રૂપિયાનો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો મળી આવ્યો..

December 10, 2024
        464
ઓઇલનો જથ્થો ખાદ્ય છે કે અખાદ્ય તે અંગે ફૂડ વિભાગે નમુના લીધા: પોલીસે ટ્રેડમાર્ક અને GST માટે સંબંધીતો ને જાણ કરી..  દાહોદના ખરેડી GIDC ખાતે આવેલી ઓઇલ ફેક્ટરીમાં SOG પોલીસના દરોડા: લાખો રૂપિયાનો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો મળી આવ્યો..

રાજેશ વસાવે :-  દાહોદ 

ઓઇલનો જથ્થો ખાદ્ય છે કે અખાદ્ય તે અંગે ફૂડ વિભાગે નમુના લીધા: પોલીસે ટ્રેડમાર્ક અને GST માટે સંબંધીતો ને જાણ કરી..

દાહોદના ખરેડી GIDC ખાતે આવેલી ઓઇલ ફેક્ટરીમાં SOG પોલીસના દરોડા: લાખો રૂપિયાનો શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો મળી આવ્યો..

દાહોદ તા.11

દાહોદ તાલુકાના ખરેડી જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી દાહોદ એસ.ઓ.જી પોલીસે છાપો મારી એક વેપારીને ત્યાંથી શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો તથા બિલ વગરના અને અન્ય સાહિત્ય ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલી ખરેડી જીઆઇડીસીમાં ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામે તેલનો ધંધો કરતા એક ઈસમને ત્યાં દાહોદ જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે છાપો મારી અલગ અલગ બ્રાન્ડના પામોલીન તેલ સોયાબીન તેલ કપાસિયા તેલની બનાવટો અલગ અલગ 17 ખાદ્ય તેલની બ્રાન્ડના સ્ટીકરો તથા એક છોટા હાથીમાં રાખેલ પામોલીન તેલ ભરેલા ડબ્બાઓ ખાલી બેરેલો તેમજ કારખાનામાં રાખેલ 10,000 l પામોલીન તેલ શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.એસોજી પોલીસે ઝડપી પાડેલું સાહિત્ય અને તેલ અખાધ છે કે ખાદ્ય છે તેની તપાસ હાથ ધરવા અત્રેના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બોલાવી તેના સેમ્પલો લેવડાવી આગળની તપાસ હાથ ધરી ગઈ એટલું જ નહીં પોલીસે જી.આઇ.ડી.સી માં છાપો મારી આ ફેક્ટરીમાંથી મુરતુજાવાલા નામના ઇસમની અટક પણ કરેલ છે પોલીસે કુલ 15,45,2990 નો મુદ્દામાલ કબજે કરી અત્રેના ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરેલ છે.એસઓજી પોલીસે કબજે કરેલ મુદ્દામાલ પૈકી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ 456 કિંમત રૂપિયા 70,800 અલગ અલગ બ્રાન્ડના તેલના કેન નંગ 16 કિંમત રૂપિયા 44,000 અલગ અલગ બ્રાન્ડના તેલની બોટલ 24 કિંમત રૂપિયા 2400 અલગ અલગ 17 બ્રાન્ડના 25 સ્ટીકરો કુલ સ્ટીકર 425 એક છોટા હાથી રજીસ્ટર નંબર GJ-02-CJ- 2198 નંબરનો કિંમત રૂપિયા બે લાખનો ટેમ્પામાં ભરેલ 15 કિલોના 104 ડબ્બામાં ભરેલ કુલ 1505 કિલો શંકાસ્પદ પામોલીન તેલ કિંમત રૂપિયા 2790 ખાલી બેરલ નંગ 5 કિંમત રૂપિયા 1000 તથા સ્થળ ઉપર 25,000 લિટરના ટાંકામાં આશરે 10,000 પામોલીન કિંમતનો કુલ મળી ₹15,45,290 નો મુદ્દામાલ કબજે કર્યો છે દાહોદ જીઆઇડીસી વિસ્તારમાં મળેલા મુદ્દામાલ અંગે SOG પી.આઇ.ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં વધુ તપાસ હાથ ધરી જે તે સંબંધિત વિભાગોને જાણ કરેલ હોવાનું જણાવ્યું છે.જોકે વેપારીએ ટેક્સની ચોરી કરી છે. ઝડપાયેલો શંકાસ્પદ જથ્થો ખાદ્ય છે કે અખાદ્ય છે તેવી અનેક તપાસ બાદ જો કંઈક અજગતું મળી આવશે તો વેપારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવતા તથા પોલીસના આ છાપાથી દાહોદના તેલના વેપારીઓમાં અને આ વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાક બચી જવા પામ્યો છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!