સિંગવડ મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ સેન્ટર બંધ હોવાથી કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનની ચીમકી..
સીંગવડ તા. ૯
સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતી કાર્યકારી પ્રમુખ રમસુભાઇ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ મામલતદાર કચેરી ખાતે ચાલતી આધારકાર્ડની કીટ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં જણાતા સિંગવડ તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપી રજુઆત કરી જ્યારે કોંગ્રેસના
યુવા નેતા જયેશ સંગાડા એ જણાવ્યું કે સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે એકજ કીટ ચાલતી હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાથી તાલુકામાં ખુબ મોટી લાઈનો પડતી હોવાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સિંગવડ તાલુકો દાહોદ જિલ્લાના રાજકારણ નું એપી સેન્ટર છે, સાંસદ , ધારાસભ્ય, પુર્વ મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી છે છતાં જનતાના પ્રાણ પ્રશ્નો ના નિરાકરણ માં આ ચૂંટાયેલા નેતાઓને રસ નથી.
આવનાર પાંચ દિવસમાં મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ કીટ ચાલુ નહિ થાય તો સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતી છઠ્ઠા દિવસથી મામલતદાર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે…