Thursday, 26/12/2024
Dark Mode

સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપનાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, . જેસાવાડામાં કૂતરું આવી જતા અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીરનું મોત..

November 28, 2024
        3714
સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપનાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, .  જેસાવાડામાં કૂતરું આવી જતા અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીરનું મોત..

રાહુલ ગારી :- ગરબાડા 

સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપનાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, .

જેસાવાડામાં કૂતરું આવી જતા અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીરનું મોત..

ગરબાડા  તા. ૨૮

સગીરવયના બાળકોને વાહન ચલાવવા આપનાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, . જેસાવાડામાં કૂતરું આવી જતા અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીરનું મોત..

ગરબાડાના જેસાવાડા ગામ રોહિતવાસ ફળિયામાં રોડ પર અચાનક કુતરુ આવી જતા શોટ બ્રેક મારતા પૂરપાટ દોડી આવતી મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીર મોટરસાઇકલ ચાલકનું ગંભીર ઇજાઓ થતા સ્થળ પરજ મોત નીપજ્યાનું તેમજ પાછળ બેઠેલને સાધારણ ઇજાઓ થયાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલ સગીર બાળકોને ટુવીલ વાહન ચલાવતા આવડી જતા તેઓના વાલીઓ પોતાના સગીર બાળકોને વિચાર્યા વિના જ ટુવીલ વાહનની ચાવી આપી દઈ સામે ચાલીને જ જાેખમને નોતરી રહ્યા છે. ત્યારે જેસાવાડા ગામે રોહિતવાસ ફળિયામાં રોડ પર મોડી સાંજે સાડા છ વાગ્યાના સુમારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગરબાડાના વડવા ગામ ના ગામતળ ફળિયામાં રહેતા અર્જુનભાઈ માનસિંગભાઈ રાઠોડના સગીર દીકરા ૧૪ વર્ષીય ગ્રીશકુમાર રાઠોડ પોતાના કબજાની જીજે ૨૦ એ.જી.-૯૦૩૬ નંબરની યામાહા કંપનીની મોટરસાયકલ પર પાછળ તેના જ ગામના પ્રશાંતભાઈને બેસાડી મોટર સાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને લઈ જતા રોડ પર અચાનક કૂતરું આવી જતા ગ્રીશકુમાર રાઠોડે શોટ બ્રેક મારતા મોટર સાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી. અને મોટરસાયકલ સાથે રોડ પર ધસડાતા ૧૪ વર્ષીય ગ્રીશકુમાર રાઠોડને માથાના ભાગે તથા કપાળના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલ પ્રશાંતભાઈને શરીરે સાધારણ ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ જેસાવાડા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતક ગ્રીશકુમારની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે લાશને જેસાવાડા સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે મરણ જનાર ૧૪ વર્ષીય ગ્રીશકુમાર રાઠોડના પિતા અર્જુનભાઈ માનસિંગભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદને આધારે જેસાવાડા પોલીસે આ સંદર્ભે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!