દાહોદ SOG પોલીસે ભાટીવાડા ગામે રેડ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર પશ્ચિમ બંગાળના બોગસ તબીબને ઝડપી પાડયો..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ SOG પોલીસે ભાટીવાડા ગામે રેડ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર પશ્ચિમ બંગાળના બોગસ તબીબને ઝડપી પાડયો..

દાહોદ તા.28

દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એસઓજી પોલીસે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ પશ્ચિમ બંગાળના તબીબને ઝડપી પાડી કુલ રૂા.18,079/-ની દવાઓનો જથ્થો કબજે કરી પોલીસે બોગસ તબીબને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

દાહોદ જીલ્લો ટ્રાયબલ વિસ્તાર ધરાવતો જીલ્લો છે. આદિવાસી બાહુલ્ય ધરાવતાં જીલ્લામાં લે ભાગુ તત્વો તેમજ ખાસ કરીને બોગસ તબીબો દ્વારા ગામડે ગામડે પોતાના ક્લીનીકો ખોલી આદિવાસી વિસ્તારના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતાં આવ્યાં છે. તેમાંય ખાસ કરીને પશ્ચિમ બંગાળના બોગસ તબીબોનો દાહોદ જીલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં રાફડો ફાટ્યો છે. ભુતકાળમાં પણ આવા બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે, ત્યારે પુનઃ એકવાર પશ્ચિમ બંગાળના એક બોગસ તબીબને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે.

દાહોદ એસઓજી પોલીસને ગતરોજ મળેલ બાતમીના આધારે દાહોદના ભાઠીવાડા ગામે એક મકાનમાં ક્લીનીક ધમધમી રહ્યું હતું. આ ક્લીનીક પર પોલીસે ઓચિંતો છાપો મારી બોગસ તબીબ પશ્ચિમ બંગાળના બોગસ તબીબ અશિમ ધીરેન્દ્ર બિસ્વાસને પોલીસે ઝડપી પાડી તેના ક્લીનીકમાંથી પોલીસે કુલ રૂા.18,079/- ની દવાઓનો જથ્થો કબજે કર્યા હતો. પોલીસે બોગસ તબીબ અશિમ ધીરેન્દ્ર બિસ્વાસ વિરૂધ્ધ પોલીસે બી.એન.એસ. કલમ 125 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ 1963ની કલમ 30, 33 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article