*દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે*

દાહોદ તા. ૭

જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડેએ દાહોદ જિલ્લાના નગરાળા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઇ દર્દીઓને મળી રહેલી સુવિધાઓ, કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું

અને ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે અહીંનો આરોગ્યસ્ટાફ, દર્દીઓને અપાતી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ વગેરેનું જાતનિરીક્ષણ કર્યું હતું. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની સારી કામગીરી બદલ જિલ્લા કલેકટર શ્રી એ મેડીકલ ઓફિસર સહિત સર્વેને સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.

મુલાકાત સમયે દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભગીરથ બામણ્યા સહિત ડોક્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યાં હતા. 

૦૦૦

Share This Article