Saturday, 18/01/2025
Dark Mode

દાહોદ,દેલસર, રળિયાતી, ઉસરવાણ,કતવારા, ઉકરડી, જાલત અને નગરાળામાં જમીન કૌભાંડ મામલે.. શંકાસ્પદ જાહેર કરાયેલા સર્વે નંબરોમાં 112 સર્વે નંબરોમાં દાહોદ તાલુકા પંચાયતના નકલી NA હુકમ મામલે 75 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ..

October 30, 2024
        1321
દાહોદ,દેલસર, રળિયાતી, ઉસરવાણ,કતવારા, ઉકરડી, જાલત અને નગરાળામાં જમીન કૌભાંડ મામલે..  શંકાસ્પદ જાહેર કરાયેલા સર્વે નંબરોમાં 112 સર્વે નંબરોમાં દાહોદ તાલુકા પંચાયતના નકલી NA હુકમ મામલે 75 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ,દેલસર, રળિયાતી, ઉસરવાણ,કતવારા, ઉકરડી, જાલત અને નગરાળામાં જમીન કૌભાંડ મામલે..

શંકાસ્પદ જાહેર કરાયેલા સર્વે નંબરોમાં 112 સર્વે નંબરોમાં દાહોદ તાલુકા પંચાયતના નકલી NA હુકમ મામલે 75 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ..

27 મે 2016થી માંડીને 12 મે 2020ના સમયગાળા દરમિયાન ખેલ કરાયો,

 નકલી NA માં કુલ છ ફરિયાદોમાં અત્યાર સુધીમાં 112 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ..

દાહોદ તા. 29 

દાહોદ શહેર સહિત આસપાસના ગામોમાં તાલુકા પંચાયતના નકલી એનએ હુકમથી જમીન બિનખેતી કરવાની તપાસ બાદ પોલીસે 112 સર્વે નંબરોમાં 70 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે.જોકે નકલી એનએ પ્રકરણમાં આજદિન સુધીમાં આ છઠ્ઠી ફરિયાદ દાખલ થઇ છે.આ પ્રકરણમાં હવે ધરપકડનો દોર શરૂ કરાશે તેવું જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેર શહીત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર નકલી એનએ હુકમના પ્રકરણે ખળભળાટ મચાવ્યો છે.ત્યારે તાલુકા પંચાયતના 197 શંકાસ્પદ સર્વે નંબરોમાંથી 112 સર્વે નંબર મામલે એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જોકે આ ફરિયાદમાં 70 લોકોનો સમાવેશ થાય છે. તેમાં અગાઉના ગુનામાં શામેલ હોય તેવા લોકોનો પણ સમાવેશ થયેલો જોવા મળી રહ્યો છે.દાહોદના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એમ.બી પટેલે પોલીસને જણાવ્યા અનુસાર ઉપરોક્ત સર્વે નંબરો દાહોદ, દેલસર, રળિયાતી, ઉસરવાણ,કતવારા, ઉકરડી, જાલત,નસીરપુર અને નગરાળા ગામના 112 સર્વે નંબરોમાં 70 લોકોએ પોતાના મળતિયાઓ સાથે મળીને 27 મે 2016થી માંડીને 12 મે 2020ના સમયગાળા દરમિયાન બિનખેતીના હુકમો,,હેતુફેરના તાલુકા પંચાયત કચેરી દાહોદના નામના સહિ સિક્કા વાળા ખોટા બનાવટી બિનખેતી પરવાનગીના હુકમો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને સરકારના રૂપાંતર , પ્રિમિયમની રકમ નહીં ભરીને સરકાર સાથે ઠગાઇ, વિશ્વાશઘાત કરી આર્થિક નુકસાન કર્યુ હતું. જોકે આ મામલે સાગમટે 70 લોકો સામે ગુનો દાખલ થતાં દાહોદ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે દિવાળી ટાણે આ પ્રકરણમાં હવે ફરીથી ધરપકડનો દોર શરૂ થાય તેમ જોવાઇ રહ્યુ છે.

* લીટીગેશન ઉપસ્થિત ન થાય તે માટે 85 સર્વે નંબરની તપાસ માટે કલેક્ટર દ્વારા સમીતીની રચના કરાઈ.*

તાલુકા પંચાયતના 197 શંકાસ્પદ હુકમો છે. જેમાં 112માં તો ફરિયાદ કરવામાં આવી છે. બાકીના સર્વે નંબરના દસ્તાવેજની સઘન શોધખોળ ચાલી રહી છે.આ સર્વે નંબરોના કાગળો ફંફોસતા તેમાં કેટલાંક સાચા હોવાનું સામે આવ્યુ છે જ્યારે બાકીના સર્વે નંબરના દસ્તાવેજની તપાસ માટે કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા એક સમીતીની રચના કરવામાં આવી છે. આ સમીતીમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સિટી સર્વે સુપ્રિટેન્ટ અને મામલતદારને રાખવામાં આવ્યા છે. આ તપાસ સમીતી બાકીના સર્વે નંબરોના કાગળોની તપાસ કરશે તેવું જા‌ણવા મળ્યુ છે.

કયા ગામના કેટલાક સર્વે નંબરોમાં નકલી હુકમ મળી આવ્યા..

દાહોદ-75

દેલસર-16

રળિયાતી-1

ઉસરવાણ-3

કતવારા–3

ઉકરડી–2

જાલત–8

નગરાળા-1

નસીરપુર-1

છાપરી–2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!