ફતેપુરા:કરોડિયા પૂર્વ તેમજ મકવાણાના વરુણા ગામે સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતી આચરાઈ હોવાના મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ ત્રણ માસ માટે પરવાના રદ કરતાં અનાજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ

Editor Dahod Live
2 Min Read

  શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તા.07

ફતેપુરા તાલુકાની કરોડિયા પૂર્વ તેમજ મકવાણાના વરુણા વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો ત્રણ માસ માટે મોકુફ નો હુકમ કરતા જિલ્લા પુરવઠા અધિકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા ગેરરીતિઓ અને કરારનામા તેમજ પરવાનાની શરતો ના ભંગ બદલ પરવાનો મોકૂફ કરવામાં આવ્યો

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ તેમજ મકવાણાના વરુણા ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજને દુકાનનો પરવાનો ત્રણ માસ માટે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોકુફ કરવાનો હુકમ કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે.તેમજ કાળાબજારી કરતા દુકાનદારોમા ફફડાટ ફેલાઈ જવા પામેલ છે

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકામાં આવેલ મકવાણાના વરુણા ગામે ભેદી રામુભાઇ પંચાલની વાજબી ભાવની દુકાન પુરવઠા નિરીક્ષક દાહોદ દ્વારા તપાસ કરવામાં આવતાં ઘઉં ચોખા ખાંડ ચણાદાળમાં  ધટ જણાઈ  આવેલ જ્યારે દુકાન સાથે જોડાયેલ 9 કાર્ડ ધારકોને ક્રોસ ચેક કરતા ચોખા ઘઉં ખાંડનો જથ્થો ઓછો આપી માલ સગેવગે કરેલ હતું.જ્યારે તાલુકાના કરોડિયા પૂર્વ ગામે ધી ફતેપુરા મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ સંચાલિત વાજબી ભાવની દુકાને મામલતદાર વી એન પારગી તેમજ પુરવઠા નિરીક્ષક દાહોદની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ઘઉં ચોખા ખાંડ ચણામાં વધઘટ મળેલ હતી.તેમજ દુકાન સાથે જોડાયેલ ૧૯ કાર્ડ ધારકો નું ક્રોસ ચેક કરતા ઘઉં ચોખા ખાંડ ચણા મીઠું નો જથ્થો ઓછો આપી માલ સગેવગે કરવામાં આવેલ હતો.તેમજ દુકાનદારો દ્વારા દુકાનનું બોર્ડ લગાવેલ નથી અંત્યોદય. બીપીએલ. એપીએલ. એન.એફ.એસ.એ. યોજનાના લાભાર્થીની યાદી કાર્ડ ધારકો જોઈએ તે રીતે મુકવામાં આવેલ નથી.તોલમાપ નું પ્રમાણ પત્ર સમયે તપાસની સમયે રજુ કરેલ નથી.ઈ બિલ લોકોને કાર્ડ ધારકોને આપવામાં આવેલ નથી વગેરે ગેરેટી તપાસમાં જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ અને દુકાનોનો પરવાનો ત્રણ માસ માટે મોકૂફ કરવાનો હુકમ કરતા બેનંબરી દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

Share This Article