સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી સંગઠન મીટીંગ યોજાઇ
સંજેલી તા.06
સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી સંગઠન મીટીંગ કરવામાં આવી આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ ના નેતૃત્વમાં તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંજેલી તાલુકા પ્રમુખ તરીકે કિરણ બારીયા ની નિમણૂક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ મહામંત્રી અને યુવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી તેમાં સો જેટલા ઉત્સાહિત યુવા કાર્ય કર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના વિચારધારા અને પાર્ટીના સિદ્ધાંતોને સમજી ને સો જેટલા યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.