ફતેપુરા તાલુકાના સુખસર મુકામે આવેલ નિલમ આઈટીઆઈમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજી ના જન્મદિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ફતેપુરા તાલુકાના સુખસર મુકામે આવેલ નિલમ આઈ.ટી.આઈ.માં પ્રખર રાષ્ટ્રવાદી વિચારક અને મહન શિક્ષણ વૈદિક એવા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી.આ પ્રસંગે દાહોદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર ફતેપુરા તાલુકા ભાજપ પાર્ટી પ્રમુખ રામાભાઇ પારગી ફતેપુરા તાલુકા ભાજપના મહામંત્રી નાનુભાઈ ભગોરા જાલુ ભાઇ સંગાડા તાલુકા પંચાયતના સભ્યો રમેશભાઈ કટારા પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ડો.અશ્વિનભાઈ પારગી ના વરદ હસ્તે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.સાથે સાથે કોરોના મહામારીમાં માસક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોના મહામારી ચાલતું હોય સોશિયલ ડીસ્ટન રાખી મર્યાદિત આમંત્રિતો દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણીને કરવામાં આવી હતી.