વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા
ફતેપુરામાં પૂરતા સ્ટાફના અભાવે બેંકની કામગીરી માટે દલાલ દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ:બેંકમાં કામ કરી આપવાના બહાને પૈસા પડાવતા લોકો સામે રોષ ફેલાયો દલાલો દ્વારા ૫૦૦ લેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો,કેટલાક જાગૃત લોકો દ્વારા જિલ્લા સમાહર્તા શ્રી તેમજ કોર બેંકને આ મામલે રજૂઆત કરી હોવાની પણ ચર્ચાઓ
ફતેપુરા તા.03
Contents
- વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા
- ફતેપુરા તા.03
- ફતેપુરા તાલુકામાં બેન્કના અપૂરતો સ્ટાફના અભાવને બેંકમાં આવતા ગ્રાહકો અને ખાતેદારોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા મજબુર બની છે. ત્યારે બેંકમાં તકવાદી તત્વો બેંકના ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બેંકની આસપાસ ફરતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા આવા લોકો સામે કાયદાકીય પગલાં ભરવાની ખૂબ જ આવશ્યકતા જણાઈ રહી છે
- ફતેપુરા તાલુકામાં મુખ્ય મથક સહિત આજુબાજુ વિસ્તારમાં વિવિધ બેંકો આવેલી છે. બેંકમાં ગ્રાહકોની દ્રષ્ટિએ જોતા બેન્કો ગ્રાહકોને આ પૂરતા સ્ટાફના કારણે વિવિધ કામો સમયમર્યાદામાં થઈ શકતા નથી.આસપાસના ગામોમાંથી આવતા કેટલાક અભણ અને ગરીબ લોકો બેંકમાં ખાતા ખોલવાના નાણા ઉપાડવા બેલેન્સ ચેક કરવા ખાતું ચાલુ કરવા કે સ્ટેટમેન્ટ કાઢવા માટે દિવસો સુધી ધક્કા ખાતા હોવા છતાં તેમના કામો થઇ શકતા નથી.જેનો ગેરલાભ ઉઠાવી તકવાદી તત્વોનું બેંકની આસપાસ ગેરકાયદેસર અડ્ડો જમાવી બેસી જતા હોય અને બેંકમાં આવતા ગ્રાહકોને વિડ્રોલફોર્મ ભરી આપવા થી લઈ બેંકની વિવિધ કામગીરી માટે ફોર્મ ભરી આપવામાં તેમજ અન્ય સામાન્ય કામ માટે બહાર લોકોના નાણા પડાવી રહ્યા છે. કેટલાક લોકોની ફરિયાદ એવી પણ છે કે દલાલનો સંપર્ક કરવાથી બેંકમાં કામ સરળતાથી થઇ જાય છે.જ્યારે જે તે ગ્રાહકો પોતાની બેંકમાં જાય તો તેમને કલાકો કે દિવસો સુધી બેંકમાં લાઇનમાં ઉભા રહેવું પડતું હોય છે બેન્કની આસપાસ ફરતા તકવાદી તત્વોનું તપાસ કરી બેંકમાં ગરીબો સાથે ચલાવતી ઉઘાડી લૂંટ લાગતા વળગતા તંત્ર દ્વારા બંધ કરવામાં આવે તેમ જ આવશ્યક સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી લાગણી તેમજ માગણી ઉઠવા પામી છે ઉઠી છે.
