રાહુલ ગારી :- ગરબાડા
પોલીસ સતર્ક: ગરબાડા નગરમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું.
પી.આઇ ની અધ્યક્ષતામાં ગરબાડા નગરમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું.
ગરબાડા તા. ૧૪
આજે તારીખે 14 સપ્ટેમ્બરના રોજ ગરબાડા નગરમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ગરબાડા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ ઉત્સવની ઉજવણી થાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાય જેના ભાગરૂપે ગરબાડા નગરના જુદા જુદા વિસ્તારોમાં તેમજ મુખ્ય બજાર વિસ્તાર માર્ગ પર ગરબાડા પોલીસ સ્ટેશનના પી.આઈ કે.આઇ રાવત અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.