ઈલિયાશ શેખ :- સંતરામપુર
મહીસાગર પોલીસે ફોરવીલર ગાડીમાં MD ડ્રગ્સ સાથે 4 ને પોલીસે ઝડપ્યા..
સંતરામપુર તા. 14
મહીસાગર પોલીસ દ્વારા કારમાં લઈ જવાતા એમ.ડી ડ્રગ્સ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
સંતરામપુરના વાંકાનાડા ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું.ત્યારે એક શંકાસ્પદ કાર આવતા તેને ઉભી રાખી તપાસ કરતા કારમાં સવાર ચાર લોકો પાસેથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું જેને લઇ પોલીસ દ્વારા ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી.પોલીસે ચેકીંગ દરમ્યાન મધ્યપ્રદેશ થી ગુજરાતમા ગુસાડવામાં આવતું 44.6 ગ્રામ એમડી ડ્રગ્સ અંદાજે 4.5 લાખનું ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સંતરામપુર વાકાનાળા પાસે
મહિસાગર જિલ્લા પોલીસે સ્વીફ્ટ કારમાં મુસાફરી કરી રહેલા ચાર શકમંદોની ધરપકડ કરી છે જેઓ એમડી ડ્રગ્સનો વેપાર કરતા હોવાની પોલીસને શંકા છે. પોલીસે કારમાંથી 44.6 ગ્રામ વજન અને આશરે રૂ. 4 લાખ 46 હજારની કિંમતના કહેવાતા એમડી ડ્રગ્સ કબજે કર્યું
છે, જે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના જાવરામાંથી છુંપાવીને લઈ જવામાં આવતું હતું.એઝાઝ અહેમદખાન પઠાણ, કૈલાસચંદ્ર ગોપાલ પરમાર, ઝાકીર હુસેન મકરાણી, દીપક રાધેશ્યામ ઝડવાલ જેઓ ગુજરાતના મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સંતરામપુર તાલુકાના વાંકાનાળા ગામ નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારની તપાસ કરતા શંકાસ્પદ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ચારેય આરોપીઓ સામે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ચારેય આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લેતા હતા તે અંગે મહિસાગર પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને એમાં ક્યાંથી ક્યાં જતા હતા અગાઉ પણ તેઓએ આ રીતે ડ્રગ્સ કેટલીક વાર દાખલ કર્યું છે ત્યારે એ અંગે પણ તપાસ હાથ ધરી છે.