ઝાલોદના ધોળા ખાખરામાં કુદરતી આફતે મૃત્યુ પામનાર યુવતીના પરિવારજનોને સહાયનો ચેક વિતરણ કરાયો..
ઝાલોદના ધોળાં ખાખરા ગામે ભારે વરસાદનાં કારણે મકાન ધરાશાયી થતા એક યુવતીનું મૃત્યું થયું હતું
ઝાલોદ તા. ૧૩
ઝાલોદ તાલુકાના ધોળાં ખાખરા ગામે કુદરતી આપત્તિમાં અવસાન પામેલ કાજલ બેન કલ્પેશભાઈ ડામોર ને સરકારશ્રી તરફથી મળેલ સહાયની ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા સાહેબનાં હસ્તે 4,00,000/- ( ચાર લાખ ) ના ચેક મૃત્યુ પામેલ યુવતીનાં પરિવારને ચેક અર્પણ કર્યો
આ સંદર્ભે ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરીયા સાહેબ, ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. એચ. ગઢવી, ધોળા ખાખરા તલાટી ક્રમ મંત્રીશ્રી, ઝાલોદ તાલુકા પંચાયતનાં અધિકારીશ્રીઓ, ગામના સરપંચ શ્રી અને ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા