સિંગવડ તાલુકાના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુલ ૪૦૫ લોકોને કોરોનાના ટેસ્ટ કરાયા.
સિંગવડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાવાયરસની મહામારીની તપાસ કરવાથી કોઈને થયો કે નહીં તેની જાણકારી મળી રહે તે માટે અને તેના સામે રક્ષણ મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરિયાણાની દુકાન રિક્ષાચાલકો શાકભાજીવાળા તથા ગામના અન્ય લોકો જે વધારે પડતાં લોકોના કોન્ટેકમાં આવતા લોકોને આ રિપોર્ટ કરવામાં આવ્યા હતા.તથા હજુ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી આ તપાસ કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.તથા દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી 91 છાપરવડ ૪૪ હાંડી ૪૦ સરજુમી ૬૯ મેથાણ 31 પતંગડી ૫૪ સુડીયા ૪૧ અને પહાડમાંથી ૩૫ એમ કુલ મળીને 29.06.2020 સુધીમાં 405 વેપારીઓ તથા શાકભાજી વાળા ગાડીવાળા તથા ગામડાના લોકોને લઇ જઇને ચેક કરવામાં આવતા બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.તથા સિંગવડ તાલુકા માં એક પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ નહી આવતા સીંગવડ પંથકમાં શાંતિ રહી હતી.તથા પ્રાથમિક આરોગ્ય ના ડોક્ટરો તથા સ્ટાફ તરફથી અવાર નવાર કોરોના માટેના બાકી રહેલા લોકોનું પણ રિપોર્ટ કરાવવાનું ચાલુ રહેશે તથા સરકારશ્રી તરફથી બધા જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નક્કી કર્યા મુજબ લોકોને લઈને કોરોના ટેસ્ટ કરાવવાનું ચાલુ રહેતા કોરોના સામેની લડાઈમાં કોઈ કોરોના પોઝિટિવ રિપોર્ટ નહીં આવે તેની સાવચેતી રાખવામાં આવશે.