Thursday, 26/12/2024
Dark Mode

સીંગવડમાં ચૂંદડી ગામનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી છેતરાયો: સરકારશ્રી તરફથી મળેલી સહાય બારોબાર ઉપડી જતા ચકચાર

સીંગવડમાં ચૂંદડી ગામનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી છેતરાયો: સરકારશ્રી તરફથી મળેલી સહાય બારોબાર ઉપડી જતા ચકચાર

કલ્પેશ શાહ @ સીંગવડ  

સીંગવડ તાલુકાના ચુંદડી ગામે પ્રધાનમંત્રી આવાસના રૂપિયા બારોબાર ઉપાડી લેવાયા

સીંગવડ તાલુકાના ચુંદડી ગામે પટેલ જશવંતભાઈ 2017/18 માં પ્રધાનમંત્રી આવાસ ફાળવવામાં આવ્યું હતું.ત્યારે તેમને તેમના પાસેના ડોક્યુમેન્ટમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના ખાતા નંબર આપ્યો હતો.પરંતુ કોઈ લોકો દ્વારા તેમના ખાતામાં રૂપિયા નથી પડતા તેમને તે રૂપિયા બેંક ઓફ બરોડાના તેમના રૂપિયા બારોબાર બોગસ ખાતું ખોલાવી ને તે રૂપિયા ઉપાડી ને ચાવું કરી દેવામાં આવ્યા હતા.પછી તેને થોડા સમય પછી તપાસ કરતા તે રૂપિયા તેમને નહીં મળતા તેમને 50 રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું કરવામાં આવ્યા છતાં તેને આજદિન સુધી રૂપિયા મળ્યા નથી જ્યારે પણ તાલુકા પંચાયત તપાસ કરવા જતા તેમને થઈ જશે.તેમ કહીને મોકલી દેવામાં આવ્યા હતા તેમને રૂપિયા 30000 વત્તા 50000 એમ કરીને રૂપિયા 80000 મળ્યા નથી.જો આવી રીતના જ લોકો ના ખાતા બારોબાર ખોલાવીને ઉપાડી લેતા હોય તો આ ગામડાની પ્રજાને ક્યાંથી લાભ મળે તથા ચુંદડી ગામના સુમિત્રાબેન ગોપાલભાઈ પટેલ ના પણ રૂપિયા 30000 કે જ્યારે તેમના ખાતામાંથી નહિ પડતા તેમને તેમના બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં તપાસ કરતા તે રૂપિયા ન મળતાં તપાસ કરતા તે રૂપિયા બોગસ ખાતામાં નાખી દેતા તે રૂપિયા તેમને પણ આજદિન સુધી મળ્યા નથી.તથા તેમને બીજા પચાસ હજાર રૂપિયા નો ફોટો પાડી ગયા પછી તે પણ રૂપિયાનો કશું પણ જજમેન્ટ નહીં આવતા તેમને તાલુકામાં રજૂઆત કરતાં તાલુકાના અધિકારી દ્વારા તપાસ કરીને કહું તેમ કરીને આજ દિન સુધી તેનો કોઈ પણ નિકાલ નહી આવતા આ બંને જણાને સોસાવાનો વારો આવ્યો છે તથા આ બંને જણા દ્વારા આના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરીને તેમને ન્યાય મળે અને તેમને ના રૂપિયા મળે તેવું ગોઠવવામાં આવે તેવી માંગ છે આતો ચુંદડી ગામનું છે પરંતુ આવું તો સીંગવડ તાલુકાના કેટલાક ગામોમાં થતું હોય છે પરંતુ તેનું આજદિન સુધી કોઈ જવાબ આપવા તૈયાર નથી જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના નામંજૂરી પેટર્ન ના રૂપિયા 17000 જે તે મકાન માલિકના નામના મસ્તર ભરીને મળવા જોઈએ તે પણ પ્રધાનમંત્રી આવાસ વાળાને નહીં મળતા તે પણ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તે પછી વચેટીયાઓ દ્વારા બારોબાર કરી ને તે મકાનમાલિકને તેનામાંથી પણ બાકાત રાખવામાં આવે છે માટે ખરેખર ઉપલા અધિકારીઓ દ્વારા છતાં તપાસ કરવામાં આવે તો આવા શોમાં પણ મોટાભાગનું કૌભાંડ બહાર આવે તેમ છે તેમ પ્રધાનમંત્રી આવાસના મકાન માલિકો દ્વારા તપાસની માંગ છે.

error: Content is protected !!