રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે ની સાયકલો ધુળ ખાય છે
મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલય ના પ્રાંગણ માંથી સાયકલો નો ઢગલો મળ્યો
સાયકલો નું વિતરણ નહીં કરાતાં લાભાર્થી ઓ સાયકલ ના લાભથી વંચિત
દાહોદ તા.03
દાહોદ જિલ્લામાં આદિજાતિ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, દ્વારા વિદ્યાર્થીઓને અપાતી સરકારી સાયકલો મામા સાહેબ ફડકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાતી નજરે પડતા આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના બાળકોને યોગ્ય ભણતર મળે અને પોતાના ગામમાં જો સ્કૂલની વ્યવસ્થાના હોય તો અન્ય ગામોમાં ભણતર મેળવવા અવર-જવર કરવા માટે આદિજાતિ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી સાયકલની સહાયો પૂરી પાડવામાં આવે છે. પરંતુ સરકાર અને સાહેબ પૂરી પાડનાર એજન્સી વચ્ચે યોગ્ય તાલમેંલ ન થતા લાખો રૂપિયા કિંમતની આ સાયકલો છેલ્લા એક વર્ષ ઉપરાંતથી મામા સાહેબ ફાળકે કુમારશાળાના પ્રાંગણમાં ધૂળ ખાઈ રહી છે. જેના પગલે ખરેખર જે લાભાર્થીઓને સરકારી સાયકલોનું વિતરણ થવું જોઈએ તે ના થતા લાભાર્થીઓ સરકારી સાયકલોના લાભ થી વંચિત થઈ રહ્યા છે. તો બીજી તરફ સરકારના લાખો રૂપિયાની સાયકલો ભંગાર થતા સરકારને પણ નુકસાન થઈ રહ્યું છે. સરકારી સિસ્ટમમાં લેટ લતીફી અને સંકલનના અભાવે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
*શાળા પ્રવેશોત્સવ 2023 માં સાયકલો વિતરણ ના થઇ હવે સાઇકલોમાં ઝાડ ઉગી નીકળ્યા.*
આદિજાતિ વિભાગ તેમજ સમાજ કલ્યાણ કચેરીના ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે તે લાભાર્થીઓને સરકારી સાયકલ સહાયરૂપે વિતરણ કરવાની હોય છે. મામા ફાળકે કુમારશાળાના પ્રાંગણમાં પડેલી સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023માં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની હતી.જે સંબંધિત વિભાગ અને સહાય પૂરી પાડનાર એજન્સી વચ્ચે સંકલન ન થતા પેલા એક વર્ષ ઉપરાંતથી ધૂળ ખાઈ રહી છે. હવે ચોમાસાની ઋતુ દરમિયાન આ સાયકલો ભંગારની અવસ્થામાં પહોંચી છે. સાથે સાથે આ સાયકલોમાં ઝાડ પણ ઊગી નીકળ્યા છે.જે તે વિભાગોની નિષ્કાળજીના કારણે લાભાર્થીઓ સહાયથી વંચિત રહી જવા પામ્યા છે.
*સાયકલો ઉઠાવી લેવા માટે એજન્સી તેમજ વળી કચેરીએ લેખિતમાં જાણ કરી છે :તન્મય પટેલ આસિસ્ટન્ટ કમિશનર આદિત વિભાગ દાહોદ*
આ મામલે દાહોદ આદિજાતિ વિભાગનાં આસિસ્ટન્ટ કમિશનર તન્મય પટેલ દ્વારા જણાવ્યું છે કે મામા સાહેબ ફાળકે પ્રાંગણમાં પડેલી સાયકલો જે તે સમયે એજન્સી દ્વારા મૂકી દેવામાં આવી હતી. આ સાયકલો લાભાર્થીને વિતરણ કરવાની બાકી છે. સાયકલો ધૂળ ખાઈ રહી છે જેના પગલે અમે આ મામલે વડી કચેરીએ જાણ કરી છે તેમજ એજન્સીને પણ લેખિતમાં રજૂઆત કરી આ સાયકલો પરત ઉઠાવી લેવા જણાવ્યું છે.