કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ PHC/CHC સેન્ટર પર દર્દીઓ એનીમાની સુવિધાઓ વંચિત..
સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એનીમાની સુવિધા નહીં હોવાના લીધે વૃદ્ધો તથા મહિલાઓને બહારગામના પ્રાઇવેટ દવાખાનાઓ નો સહારો લેવા મજબૂર બન્યાં છે.
સીંગવડ તા. ૨૦
સિંગવડ તાલુકા મા એનીમા ના મહિલાઓ તથા વૃદ્ધ દર્દીઓને તેમની જરૂર હોય પરંતુ સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં આ એનીમા ની સુવિધા નહીં હોવાના લીધે એનીમા ના દર્દીઓને ગોધરા તથા દાહોદના પ્રાઇવેટ દવાખાનાઓ નો સહારો લેવા મજબૂર થવું પડતું હોય છે જ્યારે મહિલાઓને પણ આ એનીમા ની ઘણી વખત ગોળીઓની જરૂર પડતી હોય છે તે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં ગોળીઓ પણ નહીં મળતા આ ગોળી વગર મહિલાઓને તથા વૃદ્ધોને પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે જ્યારે ખરેખર આ તાલુકાનું મથક અને આખા તાલુકાનું સામયિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં તેની સુવિધા નહીં હોય તેના માટે આ એનીમા ના દર્દીઓને ગોધરા તથા દાહોદના પ્રાથમિક પ્રાઇવેટ દવાખાનામાં જવા માટે મજબુર થવું પડતું હોય છે અને રૂપિયા ખર્ચીને દવા કરાવી પડતી હોય છે જ્યારે આની સુવિધા સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.