કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમા વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું..
સીંગવડ તા. ૧૯
ભારત સરકાર સિકલસેલ એનિમિયા ને 2047 સુધી માં નાબૂદ કરવા કટિબંધ છે જેના ભાગરૂપે આજરોજ સિંગવડ તાલુકા ખાતે 19 જૂન વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર ડૉ . ઉદય ટીલાવત EMO ડો.નયન જોષી તથા તાલુકા હેલ્થ ઓફિસ ડો. જીતેન્દ્ર મુનિયા ના માર્ગદર્શન હેઠળ રેલી નું આયોજન સિંગવડ શહેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સિંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઈને બજારમાં રેલી ફરી હતી તથા આ રેલીમાં સિકલસેલ કાઉન્સિલર જોડાયા હતા અને સૂત્રોચાર દ્વારા સિકલસેલ રોગ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેના સંદર્ભે લોકોને સિકલસેલ રોગની સંપૂર્ણ માર્ગદર્શન આપવા ની રેલી સફળ રહી હતી .