ફતેપુરા પ્રાથમિક શાળામાં 1કરોડ 92 લાખના ખર્ચે 32 ઓરડા બનાવવાનું ખાતમહૂર્ત કરાયું

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના ઓરડાનું થયું ખાતમુહુર્ત 
ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના 32 ઓરડાઓનો 1 કરોડ 92 લાખના ખાતમુહુર્ત કરાયું 

ફતેપુરા તા.12

ફતેપુરા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાનું બાંધકામ માટે નું ખાતમુહર્ત મહાનુભાવોના હાથે કરવામાં આવેલ હતું

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાઓ પૈકી 10 પ્રાથમિક શાળાઓના 92 ઓરડાઓ નો 1 કરોડ 32 લાખના ખર્ચે બાંધકામ થવાનું હોય તેનું ખાતમહુર્ત  કરવામાં આવ્યુ હતું.દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પારગી ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી પ્રફુલભાઈ ડામોર ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ આમલીયાર તાલુકા ભાજપના કોષાધ્યક્ષ ભાવેશભાઈ પટેલ ડો અશ્વિન પારગી ચુનીલાલ ચરપોટ વગેરે આગેવાનોના વરદ હસ્તે ફતેપુરા તાલુકાના પ્રાથમિક પ્રાથમિક શાળાઓના ૩૨ ઓરડાનું ખાતમહુર્ત  કરવામાં આવેલું. આ પ્રસંગે મહાનુભવો ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ પટેલ તાલુકા બી.આર.સી રમેશભાઈ રટોડા. તાલુકા પંચાયતના એન્જિનિયર. સી આર સી ઓ જે તે વિસ્તારના સરપંચ શ્રી ઓ હાજર રહ્યા હતા.

Share This Article